દર્શન માત્રથી પવિત્ર થનાર નર્મદા સ્નાનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.
દેશની બધી નદીઓમાં એક માત્ર નર્મદા નદી એટલી પવિત્ર છે કે તેના દર્શનમાત્રથી પવિત્ર થવાય છે.પૂરાણોમાં નર્મદા સ્નાનનું વિશેષ ધાર્મિક મહત્વ છે જેમાં નર્મદાનું સ્નાન કરવાથી બધા પાપોમાથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
હાલ મકરસંક્રાંતિ પર્વે નર્મદાસ્નાનનું વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી અસંખ્ય લોકોએ નર્મદામા ડૂબકી લગાવી ધન્યતા અનુભવી હતી. સામાન્ય રીતે લોકો નર્મદા સ્નાન કરતી વખતે આઠ દશ વાર ડૂબકી લગાવે છે પણ નર્મદા જિલ્લાના પીએસઆઇ કે કે પાઠકે કડકડતી ઠંડીમાં નર્મદામાં 208વખત ડૂબકી લગાવી નર્મદા સ્નાન કર્યુંહતું.અને સૌનું કલ્યાણ થાય એવી મા નર્મદાને પ્રાર્થના કરી હતી.દેશમાં સુખ શાંતિ જળવાઈ રહે અને દેશ કોરોના મુક્ત બને એવી મા નર્મદાને પ્રાર્થના પણ કરી હતી.
તસવીર :જ્યોતિ જગતાપ સાથે દીપક જગતાપ,રાજપીપલા