અંકલેશ્વરના ટી બ્રિજ પર યુવકનું દોરીથી કપાળ કપાયું
યુવકને સારવાર અર્થે ખસેડાતા જીવ બચ્યો
કપાળ બે ભાગ થતા 30થી વધુ ટાંકા લેવા પડ્યાં
અંકલેશ્વરના સુરવાડી રેલવે ઓવર બ્રિજ પરથી પસાર થતા યુવાનનું પતંગ દોરાથી કપાળ ગંભીર રીતે કપાય જતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ભરૂચ બાદ અંકલેશ્વર ટી બ્રિજ પર યુવાન નું કપાળ કપાયું હતું અંકલેશ્વરની સુરવાડી રેલ્વે ઓવર બ્રિજ પરથી પસાર થઇ રહેલા અંકલેશ્વર ના નવી વસાહત ખાતે રાહત જગદીશ વસાવા પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન અચાનક પતંગ દોરી આવી જતા તેના કપાળના ભાગે આવી ગઈ હતી. જે કપાળ પર એટલી હદે અંદર સુધી ઘુસી ગઈ હતી જે કપાળ ના બે ભાગ કરી 2 ઈંચ સુધી અંદર ઘૂસી ગઈ હોય તેને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જેમાં જગદીશ ભાઈ વસાવા ને 30 થી વધુ ટકા લેવામાં આવ્યા હતા.
તેમનો જીવ માંડ માંડ બચ્યો હતો. ત્યારે વાસી ઉતરાણ પણ હવે લોકો માટે જીવલેણ બની રહી છે. અત્રે ઉલ્લેખનીય છે. ઓએનજીસી ઓવરબ્રિજ પર પાલિકા દ્વારા તાર લગાવવામાં આવ્યા હતા. જેને લીધે ત્યાં ઘટના શૂન્ય બની છે. એટલું જ નહિ તાર પર પતંગ સહીત અનેક સ્થળે દોરા પણ અટકેલા જોવા મળ્યા હતા.
વિડીયો જર્નાલિસ્ટ કલ્પેશ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર.