સખી વન સ્ટોપ સેન્ટર યોજના હેઠળ બાળ લગ્ન પ્રતિબંધક ધારો ૨૦૦૬ અન્વયે જાગૃતિ સેમિનાર સંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવા ની ઉપસ્થિતિમાં યોજાયો;
ડેડીયાપાડા તાલુકા પંચાયતના મિટિંગ હોલ ખાતે કમિશનરશ્રી મહિલા અને બાળકલ્યાણ વિભાગ ગાંધીનગર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” કાર્યક્રમ અંતર્ગત સખી વન સ્ટોપ સેન્ટર યોજના હેઠળ બાળ લગ્ન પ્રતિબંધક ધારો ૨૦૦૬ અન્વયે જાગૃતિ સેમિનાર કાર્યક્રમ સંસદ સભ્ય-ભરૂચ લોકસભા શ્રી મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત રહેલા વિવિધ ગામના સરપંચશ્રીઓ તથા મહિલા અગ્રણીઓને સરકારની વિવિધ યોજનાઓ તથા મહિલા સશક્તિકરણ, બેટી બચાવો તથા બેટી પઢાવો અભિયાન, મહિલા અને બાળ સુરક્ષા અભિયાન, વ્યસન મુક્તિ અભિયાન તથા અનેક પ્રકારના દૂષણોને નાબુદ કરવા તથા આદિવાસી સમાજમાં જાગૃતિ આવે તે માટેના કાર્યો કરવા વિશે વિસ્તૃત માર્ગદર્શન સંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવા દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું, તથા વિશેષમાં નર્મદા જિલ્લામાં આદિવાસી સમાજની દીકરીનો મજબુરીનો લાભ લઈને દલાલો દ્વારા સમાજની બહાર વેચવામાં આવે છે, તે માટે વહીવટીતંત્ર વધુ ધ્યાન આપે તથા આદિવાસી સમાજમાં જાગૃતિ આવે તે માટે ખાસ ધ્યાન દોરવામાં આવ્યું હતું.
જર્નાસ્લીટ સર્જન વસવા સત્યા ટીવી ડેડીયાપાડા