Satya Tv News

ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસ વધતા હવે રાત્રિ કર્ફ્યૂ લાગુ

ભરૂચ જિલ્લામાં કોરોનાના નવા 412 કેસ નોંધાયા

રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂનો અમલ

ભરૂચ જિલ્લામાં કોરોના દિનપ્રતિદિન આક્રમક રૂપ લેતા હવે ભરૂચ અંકલેશ્વર સહિત 10 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે. વ્યપારીક ગતીવિધી રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ કરાશેનું જાહેરનામું જિલ્લા અધિક કલેકટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતુ. તો શુક્વારે પણ 412 નવા પોઝિટિવ કેસ નોંધાતા તંત્રની ચિંતામાં વધારો થવા પામ્યો છે.

રાજ્યમાં કોરોનાના કેસો વધતા સરકાર ચિંતીત છે. વાતનો અંદાજો આપતો વધુ એક નિર્ણય ગુરૂવારે લેવામાં આવ્યો હતો. અગાઉ રાજ્યમાં 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ અમલમાં હતો. હવે ભરૂચ અંકલેશ્વર સહિત 10 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે. વ્યપારીક ગતીવિધી રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ કરાશે તેમ જાહેરનામામાં જણાવાયું છે.

તેની સાથે લગ્ન અને અંતિમવીધી માટે લોકોની સંખ્યા નિયત કરી દેવામાં આવી છે. 29 જાન્યુઆરી સુધી આ નવા નિયમો લાગુ રહેશે. ત્યાર બાદ સરકાર સ્થિતીને ધ્યાને રાખીને નવા નિયમો જાહેર કરી શકે તેમ છે. કોરોનાની સ્થિતીને ધ્યાને રાખીને તમામે કોવિડ ગાઇડલાઇનનું ફરજીયાત પાલન કરવું જોઇએ.

શુક્રવારે ભરૂચ જિલ્લામાં કોરોનાના નવા 412 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ ભરૂચ 193 અને અંકલેશ્વરમાં 145 પોઝિટિવ કેસ નોંધાયા હતા. તો જિલ્લાના ઝઘડિયામાં 40, વાગરા 10, આમોદ 7, જંબુસર 6, હાંસોટ 5 અને નેત્રંગ વાલિયા તાલુકામાં 3 – 3 કેસ નોંધાવા પામ્યા હતા. તેવામાં 120 લોકોને રજા અપાતા અત્યાર સુધીમાં 1449 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જિલ્લામાં ત્રીજી લહેરમાં અત્યારસુધી કુલ 1535 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે સરકારી ચોપડે સત્તાવાર ત્રણ મોત થયા છે.

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી અંકલેશ્વર

error: