Satya Tv News

આપણા વડીલોનુ જીવન કેવુ હશે ચાલો જીવન જીવીએ: પૂર્વ વનમંત્રી

દેડિયાપાડાના પૂર્વ વન મંત્રીશ્રી અને ગુજરાત આદિવાસી મોરચાના પ્રમુખ મોતીલાલ વસાવા દ્વારા ફરીથી પોતાની સાદી જિંદગીનો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, તેમાં પોતે તેઓ નીચે પલાંઠી વાળીને બેસી ને તુવેરની દાળ પાડીને પોતાના ઘર માટે દાળ ની વ્યવસ્થા કરી રહ્યા છે, જે બાબત સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહી છે, બે વર્ષ અગાઉ પણ તેઓ દિવાળીના સમયે પોતાના ઘરમાં જાતે કચરો વાડી સાથે પોતે જાળા પાડી ને પોતાના ઘરની સાફ- સફાઈ પોતે કરી હતી તેઓ સક્ષમ છે તેઓ પોતે આર્થિક રીતે પણ સમૃદ્ધ છે, પરંતુ પોતે પોતાની જાતે પોતાનું કામ કરવું તેમને ખૂબ ગમે છે, કેવો મને એક વખત પોતાના માટે પોતે જ ભોજન બનાવે છે તેમનો પરિવાર ના સભ્યો મોટાભાગે વડોદરા રહેતા હોય છે, જ્યારે તેઓ પોતાની કર્મભૂમિ ડેડીયાપાડા ખાતે એકલા રહીને સમાજ જીવનની વચ્ચે રહીને ખૂબ સારી કામગીરી કરીને લોકોને પ્રેરણા આપી રહ્યા છે, આજ કાલના નેતાઓ પોતે માત્ર સરપંચ બની જાય તો પણ તે હવામાં ઉડે છે, સાફ સફાઈની બાબતોથી દૂર રહે છે સાથે રસોઈ બનાવી તો વાત જ દૂર છે અને પોતે જાણે સમૃદ્ધ હોય ત્યારે નોકર-ચાકર ની કામગીરી કરાવે છે અને પોતે થી ઠાઠ થી રહે છે, વૈભવ માણે છે અને પોતાની મોટાઈ બતાવવી ક્યારેય પાછા નથી પડતા એ તમામ થી વિપરીત પૂર્વમંત્રીશ્રી મોતીલાલ વસાવા ખુબ સરસ રીતે પોતાનું કામ જાતે કરે છે વર્ષોથી કરે છે અને આજના મોટા નેતાઓને પણ પ્રેરણા આપે તેવા કાર્ય કરે છે તેઓ સાદું જીવન અને ઉચ્ચ જીવન ની ભાવના પણ રાખે છે પરંતુ સાથે સાથે સાદગી સાથે વણાયેલા છે, હવે તેઓની સાથે કેટલા નેતા પોતાની સાદગી જિંદગી જીવે છે તે જોવાનું રહે છે, જ્યારે મોટા ભાગના નેતાઓ આવા તમામ ઘર કામથી દૂર રહે છે, તેઓ માટે મોતીલાલ વસાવા આદર્શરૂપ પુરવાર થાય તેમ છે ભવિષ્યમાં નવા નેતાઓ પણ તેમની સાદગી માંથી બોધપાઠ લે તો તેઓ ખૂબ આગળ વધી શકે તેમ છે, મોતીલાલ વસાવા તેમનો આદર્શ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માને છે અને જેમ વડાપ્રધાન સમય મળે ત્યારે પોતાના કાર્યો જાતે કરે છે તેમ પોતે પણ પોતાના કાર્યો જાતે કરે છે, અમુક વખત ભોજન પણ પોતે જ બનાવે છે સાદા જીવનના કારણે મોતીલાલ વસાવા ગુજરાતના તમામ નેતાઓ થી અલગ તરી આવે છે, તેમની સાદગી બેમિસાલ હોય છે જે આ તસવીર પરથી નજરમાં આવી રહ્યું છે.

આ બાબતે તેમની સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે મારા પરિવાર વડોદરા રહે છે જેના કારણે અમુક વખત મારું કામ જાતે કરૂ છું, કચરા પોતું સાફ સફાઈ સહિત ભોજન પણ જાતે બનાવી લઉં છું, મને આમાં કોઈપણ જાતની શરમ નથી આવતી અને આપણા વડીલો જે જિંદગી જીવ્યા છે, તેને આપણે પણ જીવવી જોઈએ સાદગી સાથે પીસેલી દાળ કરતા એ તૈયાર દાળ કરતા દેશી તુવેરની દાળ જો ઘંટીમાં દળવામાં આવે તો દાળ બનાવવા થી તેનો સ્વાદ ખૂબ જ મીઠો લાગે છે મને તે જાતે અનુભવી રહ્યો છું, જેના કારણે હું દાળ પાડી રહ્યો હતો ત્યારે કેટલાક મિત્રો આ ફોટો પાડીને સોશિયલ મીડિયા પર મુક્યા જેને લોકો વખાણે રહ્યા છે કે હું પણ અપિલ કરું છું લોકોએ પોતાના સાદગી જીવનમાં હોવી જોઈએ મને આપણી પાસે ગમે તેટલી ધન દોલત હોય પરંતુ જાતે કામ કરવામાં જે સુખ મળે છે તે ખૂબ આત્માને શાંતિ અર્પે છે માટે હું કરું છું અને કરતો રહીશ.

જર્નાસ્લીટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી : નર્મદા

error: