Satya Tv News

“બેટી બચાવો બેટી પઢાઓ ” અને “નારી તું નારાયણી” વિષયો પર નિબંધ સ્પર્ધા યોજાઇ;

જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી અને જિલ્લા મહિલા શક્તિ કેન્દ્રના મહિલા બાળ અધિકારીશ્રી હસીનાબેન મન્સૂરીના માર્ગદર્શન હેઠળ તારીખ ૨૪/૦૧/૨૦૨૨ ના રોજ રાષ્ટ્રિય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી. જે રૂપાલ બી ગજજર વિદ્યા મંદિર જાનકી વિદ્યાલય માં સ્કૂલની દીકરીઓ દ્વારા નિબંધ સ્પર્ધા “બેટી બચાવો બેટી પઢાઓ ” અને નારી તું નારાયણી વિષયો સાથે કુલ 80 દીકરીઓએ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમ સ્કૂલના આચાર્ય પરેશભાઈ સિસોદિયા અને જિલ્લા મહિલા શક્તિ કેન્દ્રના જિલ્લા કોર્ડીનેટર કૃષિકાબેન વસાવા અને સ્કૂલના શિક્ષકો દ્વારા કાર્યક્રમ સફળ કરવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ ક્રમે વસાવા ભૂમિકાબેન છત્રસિંગભાઈ, દ્વિતીય ક્રમે મમતાબેન મુકેશભાઈ, તૃતીય ક્રમે સુનિતાબેન રમણભાઈ આવ્યા હતા.

જર્નાસ્લીટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી, નર્મદા

error: