Satya Tv News

નેત્રંગ તાલુકાની દ્રષ્ટિ વસાવાએ બ્રોન્ઝ મેડલ્સ જીત્યો
ખેલાડીઓએ રાષ્ટ્રીય સ્તરે ગુજરાત અને ભરૂચનું નામ કર્યું રોશન
ગુજરાત રાજયના 12 ખેલાડીઓએ આઈસ સ્ટોકની રમતમાં હતા

આઈસ સ્ટોક સ્પોર્ટસ 8મી રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ શ્રીનગરના ગુલમર્ગ ખાતે યોજાઇ હતી. આ ચેમ્પિયનશીપમાં નેત્રંગ તાલુકાની દ્રષ્ટિ વસાવાએ બ્રોન્ઝ મેડલ્સ જીત્યો હતો. આ ખેલાડીઓએ રાષ્ટ્રીય સ્તરે ગુજરાત અને ભરૂચનું નામ રોશન કર્યું છે.

આઈસ સ્ટોક સ્પોર્ટસ 8મી રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ-2022 તાજેતરમાં શ્રીનગરના ગુલમર્ગ ખાતે યોજાઈ હતી. આ આઈસ સ્ટોક સ્પોર્ટસ ચેમ્પિયનશીપમા ગુજરાત સહિત 17 રાજ્યોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાંથી ચેમ્પિયનશીપમાં ગુજરાત રાજયના 12 જેટલા ખેલાડીઓએ આઈસ સ્ટોકની રમતમાં ભાગ લીધો હતો. જ્યાં નેત્રંગ તાલુકાના બેડાકંપની ગામની દ્રષ્ટિ વસાવાએ પણ રમતમાં ભાગ લ ઈ સારૂ પ્રદર્શન કર્યું હતું.સ્પોર્ટસ નેશનલ ચેમ્પિયનશીપમાં દ્રષ્ટિ વસાવાએ બ્રોન્ઝ મેડલ્સ જીત્યો હતો. આઈસ સ્ટોક સ્પોર્ટસ ફેડરેશન ઓફ ગુજરાત અને તેમના કોચ વિકાશ વર્માએ શુભેચ્છાઓ પાઠવી હતી.

જર્નાસ્લીટ મિતેષ આહીર સત્યા ટીવી નેત્રંગ

error: