ગ્રામજનો દ્વારા ઝઘડીયા મામલતદારને આવેદન આપી પ્રતિમા મુકવા માંગ કરાઇ
ભરુચ જિલ્લાના ઝઘડીયા ખાતેના ચાર રસ્તા પર બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકર અને આદિવાસી નેતા બિરશા મુંડાની પુરા કદની પ્રતિમાઓ મુકવા ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે. મળતી વિગતો મુજબ ઝઘડીયાના કેટલાક નાગરિકોએ આજે ઝઘડીયા મામલતદારને આવેદન પાઠવીને ઝઘડીયા ચોકડી ખાતે બાબાસાહેબ આંબેડકર તેમજ બિરશા મુંડાની પુરા કદની પ્રતિમાઓ મુકાય તેવી રજુઆત કરી હતી. ઉપરાંત આવેદનની નકલ રાજ્યના મુખ્યમંત્રી, કલેક્ટર ભરુચ,સાંસદ ભરુચ , ધારાસભ્ય ઝઘડીયા તેમજ ઝઘડીયાના સરપંચને પણ મોકલીને આ બાબતે જરુરી કાર્યવાહી કરવા માંગ કરી હતી.
જર્નાસ્લીટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ઝઘડિયા