Satya Tv News

નેત્રંગ તાલુકાના બેડાકંપની (થવા) ગામના નિવાસી શ્રી નાનાલાલ વસાવા તથા રંજનબેન વસાવાની દીકરી કુ.દ્રષ્ટિને IFI International ICESTOCK Sport world Championship સ્પર્ધામાં બોન્ઝ મેડલ હાંસલ કરીને સમગ્ર આદિવાસી સમાજનું તથા ગુજરાતનું નામ રોશન કર્યું, તે બદલ તેમને અભિનંદન અને શુભકામનાઓ પાઠવવાનો કાર્યક્રમ બેડાકંપની ગામે યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં કુ.દ્રષ્ટિને રમત ગમત ક્ષેત્રે એક સારુ પ્લેટફોર્મ પૂરુ પાડનાર તેમના માતા-પિતાને તથા શૈક્ષણિક સંકુલને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા, તેમજ કુ.દ્રષ્ટિ હજુ વધુ નવી ઊંચાઈઓ સર કરે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

સાથો સાથ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા આદિવાસી સમાજના આગેવાનોને તથા સરપંચશ્રીઓને રમત ગમત ક્ષેત્રે તથા શિક્ષણ ક્ષેત્ર પર વિશેષ ધ્યાન આપવા માટે અપીલ કરવામાં આવી અને બાકીના લોકોને પણ નાનાલાલ વસાવા તથા રંજનબેન વસાવા જેવા માતા-પિતામાંથી પેરણા લેવા અને પોતાના દીકરા-દીકરીને અને પરિવારના દીકરા-દીકરીને રમતગમત ક્ષેત્રે તથા શિક્ષણ ક્ષેત્ર પર વિશેષ ધ્યાન આપવા અને પોતાના બાળકમાં પડેલી સુશકત શક્તિને ઉજાગર કરવા અને તે બાળકને પ્રોત્સાહન આપી નવી ઊંચાઈઓ સર કરાવવા તથા ભરૂચ જિલ્લા તથા નર્મદા જિલ્લાના આપણા બાળકોને આઇ.એ.એસ, આઇ.પી.એસ, સારા ડોક્ટરો, સારા એન્જિનીયરો તથા સારા શિક્ષકો બનાવવા માટે આવનારા દિવસોમાં સહિયારા પ્રયત્નો કરવા આશા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે સાંસદશ્રી મનસુખભાઈ વસાવા, નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, માજી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી શંકરભાઈ વસાવા, વાલીયા તાલુકા પંચાયતના પ્રમુખ સેવન્તુભાઈ વસાવા, નેત્રંગ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વંદનભાઈ વસાવા, ભરૂચ જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન શ્રીમતી વર્ષાબેન વસાવા તથા ડેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ તારાબેન રાઠોડ તથા આદિવાસી સમાજના આગેવાનો અને ગામના સરપંચશ્રીઓ હાજર રહ્યા હતા.

વિડિઓ જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી ડેડીયાપાડા

error: