નેત્રંગની આદિવાસી બાળાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો
સાંસદ મનસુખ વસાવા દ્વારા બ્રોન્ઝ મેડલ મેળવવા બદલ કર્યા પ્રોત્સાહિત
સુરતના રોડ ઉપર કરી પ્રેક્ટિસ
નેત્રંગ તાલુકાના બેડાકંપની ગામના ટીચર દંપતી રંજનબેન નાનાલાલ વસાવા ની દીકરી દ્રષ્ટિ વસાવાએ આઇસ સ્ટોકની સ્પોર્ટસ નેશનલ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ્સ જીત્યો હતો . આ બ્રોન્ઝ મેડલ મેળવવા બદલ ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવાએ મેડલ અને પુષ્પગુચ્છ આપી પ્રોત્સાહિત કર્યા હતા . આ કાર્યક્રમમાં નેત્રંગ અને દેડિયાપાડા બીજેપીના અગ્રનીઓ હાજર રહ્યા હતા.
આઈસ સ્ટોકની રમત માટે વિશાળ બરફનું માળખું હોય ત્યાં પ્રેક્ટિસ બેલ્ડ હોવી જોઈએ .ભારતના રમતવીરો પ્રેક્ટિસ માટે જમ્મુ અને કાશ્મીર જાય છે . હવે બરફ પર રમાતી રમ્મતની વિપરીત પરિસ્થિતિમાં પણ દ્રષ્ટિ વસાવા એમના કોચ વિકાશ વર્મા સાથે સુરતના રોડ ઉપર પ્રેક્ટિસ કરી હતી . હવે ગુજરાત જેવાં રાજ્યમાં ઠડું વાતાવરણ નથી તેમછતાં પ્રતિકુળ વાતાવરણમાં સુરતના માર્ગો ઉપર પ્રેક્ટિસ કરી હતી .આવનારી વિન્ટર ચેમ્પિયનશીપની રમત માટે જમ્મુ અને કાશ્મીર એક મહીના પેહલા પડાવ નાખી ત્યાં પ્રેક્ટિસ કરી હતી અને આઈસ સ્ટોક સ્પોર્ટસ 8 મી રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ શ્રીનગરના ગુલમર્ગ ખાતે યોજાઇ હતી .આ ચેમ્પિયનશીપમાં નેત્રંગ તાલુકાના થવાં ગામનાં ટીચર નાનાલાલ વસાવાની દીકરી દ્રષ્ટિ વસાવાએ બ્રોન્ઝ મેડલ્સ જીત્યો હતો .આ ખેલાડીઓએ રાષ્ટ્રીય સ્તરે ગુજરાત અને ભરૂચનું નામ રોશન કર્યું હતું .સાથોસાથ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા આદિવાસી સમાજના આગેવાનોને તથા સરપંચઓને રમત ગમત ક્ષેત્રે તથા શિક્ષણ ક્ષેત્ર પર વિશેષ ધ્યાન આપવા માટે અપીલ કરવામાં આવી અને બાકીના લોકોને નાનાલાલ વસાવા તથા રંજનબેન વસાવા જેવા માતા-પિતામાંથી પેરણા લેવા અને પોતાના દીકરા-દીકરીને અને પરિવારના દીકરા-દીકરીને રમતગમત ક્ષેત્રે તથા શિક્ષણ ક્ષેત્ર પર વિશેષ ધ્યાન આપવા અને પોતાના બાળકમાં પડેલી સુશકત શક્તિને ઉજાગર કરવા અને તે બાળકને પ્રોત્સાહન આપી નવી ઊંચાઈઓ સર કરાવવા તથા ભરૂચ જિલ્લા તથા નર્મદા જિલ્લાના આપણા બાળકોને આઇ.એ.એસ, આઇ.પી.એસ, સારા ડોક્ટરો, સારા એન્જિનીયરો તથા સારા શીક્ષકો બનાવવા માટે આવનારા દિવસોમાં સહિયારા પ્રયત્નો કરવા આશા વ્યક્ત કરી હતી.આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, માજી જિલ્લા પંચાયતના પ્રમુખ શંકરભાઈ વસાવા, વાલીયા તાલુકા પંચાયતના પ્રમુખ સેવન્તુભાઈ વસાવા, નેત્રંગ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વંદનભાઈ વસાવા, તથા ડેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ તારાબેન રાઠોડ તથા આદિવાસી સમાજના આગેવાનો અને ગામના સરપંચઓ હાજર રહ્યા હતા.
વિડિઓ જર્નાલિસ્ટ મિતેશ આહિર સાથે સત્યા ટીવી નેત્રંગ