Satya Tv News

સારોદ વાંટા ખાતે રંગ અવધૂત મહારાજના પાટોત્સવની ઉજવણી
રંગકુટીર ખાતે અવધૂત મહારાજે જનોઈ પણ બદલી
દત્ત ભક્તોએ દર્શન પૂજનનો લીધો લાભ


સારોદ વાંટા ખાતે આજથી ૭૯ વર્ષ પહેલાં દરબારગઢમાં બાપજી પધાર્યા હતા ત્યારથી રંગકુટીર ખાતે પાટોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે


જંબુસર તાલુકાના સારોદ વાંટા ખાતે ઠાકોર સાહેબ અમરસિંહજીની હવેલીમાં વિક્રમ સંવત ૧૯૯૮ ના પોષ વદ ૧૨ ના રોજ રંગ અવધૂત મહારાજ પ્રથમ વખત પધાર્યાં હતાં આજથી ૭૯ વર્ષ પહેલાં દરબારગઢમાં બાપજી પધાર્યા હતા ત્યારથીરંગકુટીર ખાતે પાટોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે બાપજી દ્વારા અમરસિંહ દાદાની નારેશ્વરના પ્રથમ પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી ત્યારે બાપજી પ્રથમ વખત સારોદ ખાતે પધાર્યા ત્યારે તેમને કમળાની અસર હતી તે આજે પણ પ્રાતઃ આરતી સમયે દત્ત ભક્તોને તેની અનુભૂતિ થઈ હતી તથા રંગકુટીર ખાતે અવધૂત મહારાજે જનોઈ પણ બદલી હતી અને અનેક પરચાઓ પણ પુર્યાં હતાં રંગ અવધૂત મહારાજ સારોદ પધાર્યા હતા તે સમયે વૈદિક મંત્રોચ્ચાર સાથે શિવલીંગની સ્થાપના તેમના હસ્તે કરવામાં આવી હતી અને સોમનાથ મહાદેવ નામકરણ કર્યું જે આજે પણ પ્રચલિત છે ૮૦ માં વર્ષના મંગલ પ્રારંભે સારોદ રંગકુટીર ખાતે પાટોત્સવનું આયોજન અવધુત પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં રંગઅવધૂત બાપજીની લીલા કથાનું રસપાન સંજયભાઇ ઉપાધ્યાય પોરવાળા એ વ્યાસપીઠ પર બિરાજી પ્રસંગો સાથે દત્ત ભક્તોને સંગીતમય કથા રસપાન કરાવ્યું તથા નગર કિર્તન પ્રભાતફેરી મંગળા આરતી પ્રાર્થના સહિત દત્તયાગ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા સંજયભાઈ ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં પૂજન કરાયું જેનો સારોદ ઠાકોરસાહેબ ભ્ર્રુગુરાજસિંહ તથા હનુમંતસિંહ સહિત સારોદ ભક્તજનોએ લીધો હતો પાટોત્સવ પ્રસંગે દત્ત પરિવાર અગ્રણી ભરતસિંહ ઇન્દ્રજીતસિંહ મહેન્દ્રસિંહ સહિત ગ્રામજનો દત્ત ભક્તોએ દર્શન પૂજનનો લાભ લીધો હતો

વિડિઓ જર્નાલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી જંબુસર

error: