Satya Tv News


સુરતના સરથાણા પોલીસ મથકની હદમાંથી બે આરોપી ઝડપાયા
બે આરોપીની સાથે 1.20 લાખ ઉપરાંત ની મતાનો દારૂ ઝડપાયો
પોલીસે 35 હજાર ઉપરાંતની રોકડ રકમ કરી કબ્જે


સુરતના સરથાણા પોલીસ મથકની હદ વિસ્તારમાંથી સુરત એસ ઓ જી પોલીસ દ્વારા બાતમી ના આધારે રેઇડ પાડી ગેરકાયદેસર દારૂની બોટલો ઝડપી પાડી હતી


સુરતના સરથાણા પોલીસ મથકની હદ વિસ્તારમાંથી સુરત એસ ઓ જી પોલીસ દ્વારા બાતમી ના આધારે રેઇડ પાડી ગેરકાયદેસર દારૂની બોટલો ઝડપી પાડી હતી..સરથાણા પોલીસ મથકની હદમાં આવેલ મેરિટોન પ્લાઝાની સામે આવેલ પતરાના શેડમાં રેડ પાડી ભાવિન ઝાલાવાડિયા અને સાવન ભાયાણી ને ઝડપી પાડ્યા હતા સાથેજ 180 કાચ ની દારૂ ની બોટલ અને 750 મિલી ગ્રામ ની.બોટલ મળી 1,20,160 ની મતાનો દારૂ ઝડપી પાડ્યો હતો અને 35,600 રોકડ કબ્જે કર્યા હતા.આ સાથે જ દારૂ મંગાવનાર કેયુર અજાણી ને વોન્ટેડ જાહેર કર્યો હતો.હાલ સરથાણા પોલીસ ને આરોપી નો કબજો આપ્યો હતો.જેમાં વધુ તપાસ સરથાણા પોલીસે હાથ ધરી છે.

વિડિઓ જર્નાલિસ્ટ કે સી વઘાસિયા સાથે દિવ્યેશ પરમાર સત્યા ટીવી સુરત

error: