Satya Tv News

તસ્કરો નાણાવટી મોટર્સમાંથી લોકર બહાર ઘસડી તેને તોડી રોકડ ₹3.31 લાખ ચોરી ફરાર

શહેર બાદ હાઇવે ઉપર પણ રોબરીમાં નબીપુર પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

ચોરી બાદ CCTV કેમેરાની તોડફોડ કરતા 5 તસ્કરો ફુટેજમાં કેદ થયા

ભરૂચ શહેર બાદ હવે હાઇવે ઉપર પણ તસ્કરોનો હાથફેરો શરૂ થઈ ગયો છે. ભરૂચ નેશનલ હાઇવે ઉપર વગુસણા ગામની સીમમાં આવેલા ટોયોટા શો રૂમને નિશાન બનાવી ઓફિસમાં રહેલ લોકરને બહાર ઘસડી લાવી તેને તોડી રૂપિયા 3.31 લાખથી વધુની રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

ભરૂચ નેશનલ હાઇવે ઉપર વગુસણા ગામની સીમમાં ટોયટા કંપનીનું નાણાવટી મોટર્સ શો રૂમ આવેલો છે. જે શો રૂમને 29 જાન્યુઆરીની મધરાતે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરો વોશિંગ એરિયાના શટર તોડી અંદર પ્રવેશ કર્યો હતો. અને શો રૂમમાં રહેલી કેશિયર ઓફિસમાં મુકેલા લોકરને શો રૂમ બહાર ઢસડી લાવ્યા હતા.

લોકરને તોડી અંદર રહેલા રોકડા ₹ 3.31 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી શો રૂમમાં રહેલા CCTV કેમેરાની તોડફોડ કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે નબીપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સીસીટીવી કેમેરામાં પાંચ જેટલા તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપવા આવ્યા હોવાની જાણવા મળ્યું છે. જોકે હજી બનાવના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા નથી. ભરૂચ શહેરમાં હાલ તસ્કર ટોળકી શિયાળાની ઠંડી અને ક્રોરોના નાઈટ કરફ્યુ વચ્ચે ધામાં નાખી રહી હોવાની એક બાદ એક ઘટના અને CCTV ફૂટેજ બહાર આવી રહ્યાં છે. ત્યારે શહેરમાં ચોરીનો ખેલ ઊંધો પડતા હવે ટોળકી હાઇવેના શો-રૂમને નિશાન બનાવી રહી છે.

error: