Satya Tv News

સરપંચનું 5 હજાર ભરેલું પર્સ, માઉસ લઇ ગયા

દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ


વાગરાના જોલવા ગામની પંચાયત કચેરીનું તસ્કરોએ તાળું તોડી સરપંચની કેબિનમાંથી તેમનું રહી ગયેલું રૂપિયા 5 હજાર ભરેલું પર્સ ચોરી ગયાં હતાં. ઉપરાંત પંચાયત કચેરી નીચે આવેલાં બેન્ક ઓફ બરોડાના એટીએમ રૂમનું શટરનું તાળું તોડી ત્યાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો. દહેજ પોલીસે ગુનોનોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


વાગરાના જોલવા ગામના સુરેશ ઘનશ્યામ રાઠોડ છેલ્લાં 10 વર્ષથી સરપંચ તરીકે સેવા આપી રહ્યાં છે. શુક્રવારે સાંજે તેઓએ તેમની ગ્રામ પંચાયતની કચેરીને બંધ કરી ઘરે ગયાં હતાં. જોકે, તેઓ તેમનું રૂપિયા 5 હજાર ભરેલું પાકિટ તેમના ટેબલ પર જ ભુલી ગયાં હતાં. જે બાદ તેઓ અને અન્ય લોકો રાત્રીના 10 વાગ્યા સુધી ગ્રામ પંચાયત કચેરીની બહાર બેઠાં હતાં. બીજા દિવસે સવારે તેમને જાણ થઇ કે, ગ્રામ પંચાયતનું તાળું તુટેલું છે. જેના પગલે તેમણે સ્થળ પર જઇ તપાસ કરતાં કચેરીની સ્ટોપર તુટેલું તેમજ તમામ કાગળો વેરવિખેર પડેલું જણાયાં હતાં. ઉપરાંત તેમની કચેરીની નીચે આવેલાં બીઓબીના એટીએમ રૂમના શટરનું તાળું પણ તુટેલું જણાતાં બેન્ક મેનેજરને ઘટનાથી વાકેફ કરી બોલાવ્યાં હતાં.

વિડીયો જર્નાલિસ્ટ સહદેવ ગોહિલ સાથે સત્યા ટીવી દહેજ

error: