Satya Tv News

.

નર્મદા જિલ્લો મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલો હોવાથી મહારાષ્ટ્રમાંથી ગુજરાતમા અને ગુજરાતમાથી મહારાષ્ટ્રમાં મોટા પાયે દારૂની હેરાફેરી થતી રહે છે. પોલીસ દારૂ પકડે પણ છે પણ બુટલેગર હૈ કિ માનતે નહીં. પોલીસની ઐસીકી તૈસી કરતાં નાના મોટા બુટલેગરો દારૂનો વેપલો પાછલે બારણેથી કરતાં જ હોય છે.ગ્રામ પંચાયતની ચૂંટણી ટાણે મોટા પાયે દારૂ પકડાયો છે.હવેબુટલેગરો ફરી સક્રિય થતાં છે એલસીબી પોલીસે લાલ આંખ કરીને ડેડીયાપાડા પંથકમાંથી દારૂનો મોટો જથ્થો પકડ્યો છે.

જેમાં ડેડીયાપાડા વિસ્તારના માય પાટીયા પાસેથી ટાટા ટેમ્પા મીની કન્ટેનરમાંથી ૧૨ લાખ ૮૧,હજારની કિંમતનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો છે. જેમાં દારૂના મુદ્દમાલ સાથે સાથે કિ.રૂ. ૨૨ લાખ ૮૩ હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ એલ.સી.બી. નર્મદા પોલીસે કરી છે.

હિમકર સિંહ, પોલીસ અધિક્ષકનર્મદાએ જીલ્લામાંથી દારૂનાદુષણને ડામવા તેમજ અસરકારક કામગીરી કરવા માટેની સુચનાનાં પગલે એ.એમ.પટેલ, પોલીસઇન્સ્પેક્ટરએલ.સી.બી. નર્મદાને મળેલબાતમી અનુસંધાને ડેડીયાપાડા વિસ્તારના માચચોકડી ખાતે વોચ તેમજ વાહનચેકીંગમાં હતાતે દરમ્યાન એકટાટા ટેમ્પો (મીની કન્ટેનર) રજીસ્ટ્રેશન નં. MH-05-DK-4485 નીશંકાસ્પદ રીતે આવતા તેને રોકી મીની કન્ટેનરના વાહનચાલક આશિષકુમારરાજધારી વર્મા (રહે.પુરશોત્તમનગર પો.સરખેલ્પર તા.પટ્ટી જી.પ્રતાપગઢ (યુ.પી.)ને પુછપરછ કરતાં સંતોષકારકજવાબ નહી મળતા વાહનની ઝડતી તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ-૧૦૫૨૪ કિ.રૂ.૧૨,૮૧,૦૦૦/-ની મળીઆવેલ. ટાટા ટેમ્પો (મીની કન્ટેનર) ચાલક આશિષકુમાર રાજધારી વર્મા(રહે. પુરશોત્તમનગર પો.સરખેલપુર તા.પટ્ટી જી.પ્રતાપગઢ (યુ.પી.)ને ઝડપીપાડી વિદેશી દારૂની બોટલોનંગ-૧૦૫૨૪ કિ.રૂ. ૧૨,૮૧,૦૦૦/-તથાટાટા ટેમ્પો-૧ કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦/- તથા મોબાઇલ-૧કિ.રૂ.૨૫૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૨૨,૮૩,૫૦૦/-નો પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢીડેડીયાપાડા પોલીસ મથકે ગુનો નોંધી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાંહાથ ધરી છે

વિડિઓ જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી ડેડીયાપાડા

error: