અંકલેશ્વર કરણી સેના અને હિન્દુ સંગઠન દ્વારા તાલુકા સેવા સદન ખાતે આવેદન
હત્યા કરનાર વિધર્મીઓ સામે ફાસ્ટટ્રેક કોર્ટની રચનાની માંગ
રાજ્યના હિંદુ સંગઠનો દ્વારા વિરોધ સાથે ફાંસીની માંગ
અંકલેશ્વર ખાતે કરણી સેના અને હિન્દુ સંગઠન અંકલેશ્વર દ્વારા ધંધુકાના માલધારી સમાજના યુવાનની હત્યા કરનાર વિધર્મીઓ સામે ફાસ્ટટ્રેક કોર્ટની રચના કરી ફાંસીના માંચડે ચઢાવવાની માંગ સાથે તાલુકા સેવા સદન ખાતે આવેદન પત્ર પાઠવ્યું
અમદાવાદના ધંધુકા શહેરમાં વિધર્મીઓ દ્વારા માલધારી સમાજના કિશન બોળિયાની ગોળીમારી હત્યા કરવામાં આવી છે જે મામલે રાજ્યના હિંદુ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ પ્રકરણમાં કસૂરવારોને ફાસ્ટટ્રેક કોર્ટની રચના કરી ફાંસીના માંચડે ચઢાવી દેવાની માંગ કરવામાં આવી છે ત્યારે આજરોજ અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે કરણી સેના અને હિન્દુ સંગઠન અંકલેશ્વર દ્વારા ગૃહ મંત્રી હર્ષ સંઘવીને સંધોબીને એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં જણાવ્યા અનુસાર ગત તારીખ-૨૫મી જાન્યુઆરીના રોજ કિશન બોળિયાને વિધર્મી ઈસમોએ જાહેરમાં ગોળીમારી કરપીણ હત્યા કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અને પકડાયેલ ઈસમોની પુરતી તપાસ કરવામાં આવે તો ઘણા બધા માણસો સામેલ હોવાની શક્યતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે આ ષડ્યંત્ર કરવામાં તમામ સીધી કે આડકતરી રીતે સાથ આપનાર ગુનેગારોની ધરપકડ કરી ફાસ્ટટ્રેક કોર્ટની રચના કરી ફાંસીના માંચડે ચઢાવી દાખલો બેસાડવાની માંગણી કરી છે.
વિડીયો જર્નાલિસ્ટ કલ્પેશ પટેલ સાથે સુનિલ પરમાર સત્યા ટીવી અંકલેશ્વર