ભરૂચ દહેજ બાયપાસ રોડ ઉપર અકસ્માતની ઘટના બાદ ટોળાએ 2 બસો સળગાવી
શેરપુરા ગામના એક વ્યક્તિનું બસ અડફેટે મૃત્યુ થતા લોકો વિફર્યા
દહેજ બાયપાસ રોડ ચક્કાજામ કરતા પોલીસના ઘાડે ધાડા દોડી ગયા
પોલીસે સ્થળ પર દોડી જઇ સ્થિતિને કંટ્રોલ કરવા કવાયત હાથ ધરી
બન્ને બસમાં સવાર કર્મચારીઓ જીવ બચાવવા સમયસર ઉતરી જતા જાનહાનિ નહિ
ઘટના મામલે પોલીસે 50 વધુ લોકટોળા સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી
ભરૂચના દહેજ રોડ ઉપર શેરપુરા નજીક અકસ્માતની ઘટના બાદ રોષે ભરાયેલા સ્થાનિકોએ વાહનોમાં તોડફોડ કરી હતી. તેમજ ઉશ્કેરાયેલા ટોળાએ એક બસને આગ લગાડી દીધી હતી. જો કે રોડ પર બસને આગ લગાડતા લોકોમાં ભયની લાગણી ફેલાઈ હતી
દહેજ બાયપાસ રોડ ઉપર ભરૂચના શેરપુરા ગામ નજીક માર્ગ પરથી પસાર થતી બિરલા કોપર કંપનીની લકઝરી બસે 55 વર્ષીય રૂષતમ આદામ મચવાલાને અડફેટે લેતા તેઓનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. આ ઘટનાની જાણ સ્થાનિકોને થતાં રોષે ભરાયેલા લોકોના ટોળે ટોળા રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા.
ભરૂચના દહેજ રોડ ઉપર શેરપુરા નજીક અકસ્માતની ઘટના બાદ રોષે ભરાયેલા સ્થાનિકોએ વાહનોમાં તોડફોડ કરી હતી. તેમજ ઉશ્કેરાયેલા ટોળાએ બિરલા સેન્ચુરી કંપનીની એક બાદ વધુ એક બસને આગ લગાડી દીધી હતી. જો કે રોડ પર બસને આગ લગાડતા લોકોમાં ભયની લાગણી ફેલાઈ હતી. તેમજ આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી પરિસ્થિત પર કાબુ મેળવ્યો હતો. તેમજ આગ પર કાબુ મેળવવા ફાયર બ્રિગેડ જવાનોએ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
દહેજ બાયપાસના શેરપુરા રોડ નજીક ભડકે બળતી 2 લકઝરી બસ વચ્ચે ટોળાના રસ્તા જામથી દહેજ,જંબુસર તેમજ હાઇવે અને ભરૂચ તરફથી આવતો ટ્રાફિક પણ અટકી ગયો હતો.જોત જોતામાં રસ્તા ઉપર બન્ને તરફ વાહનોની લાંબી કતારો લાગવાની શરૂ થઈ ગઈ હતી. ભરૂચ પોલીસનો કાફલો અને ફાયરબ્રિગેડ સહિત 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડતી થઈ ગઈ હતી. લકઝરી બસમાં સવાર કંપનીના કર્મચારીઓ અને અન્ય મુસાફરો પોતાના જીવ બચાવવા સમય સુચકતા વાપરી બહાર નીકળી જતા તેઓનો બચાવ થયો હતો
આ સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિત પર મહામહેનતે કાબુ મેળવ્યો હતો. તેવામાં કિશન ભરવાડની હત્યા વચ્ચે સમગ્ર ગુજરાતમાં વાતાવરણ ડહોળાયું છે તેવામાં સોમવારે સાંજે ભરૂચ પોલીસની જિલ્લાવાસીઓને શાંતિનો માહોલ જાળવી રાખી અફવાઓથી અળગા રહેવાના સૂચન વચ્ચે રાત્રે અકસ્માતમાં 1 વ્યક્તિના મોત બાદ અશાંતિની આગ ભભૂકી ઉઠી હતી.જેવી આશંકાએ ભરૂચ પોલીસે 50થી લોકટોળા સામે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
બાઈટ – ચિરાગ દેસાઇ – વિભાગીય પોલીસ વડા – ભરૂચ
વિડીયો જર્નાલિસ્ટ હરેશ પુરોહિત સાથે સત્યા ટીવી ભરૂચ