Satya Tv News

નેત્રંગમાં હિન્દુ સમાજના યુવાનો દ્વારા આવેદનપત્ર
હત્યામા સંડોવાયેલા તમામને ઝડપી આરોપીને ફાંસીની સજા મળે તેવી માંગ
આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલવું જોઈએ તેવી વિવિધ માંગણી


રાજ્ય ના ધંધુકા મુકામે કિશનભાઈ ભરવાડ ની જાહેરમાં ગોળી મારી નિર્મમ હત્યા કરી દેવાના બનાવ માં  તેના હત્યારાઓ સામે કડકમાં કડક પગલાં ભરી આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી વહેલામાં વહેલી તકે તેના હત્યારા ઓને  સજા થાય તે માટે નેત્રંગ તાલુકાના વિવિધ હિન્દુ  સંગઠનો દ્વારા મામલતદાર નેત્રંગને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.


અમદાવાદના ધંધુકા ગામ માં કિશનભાઇ શિવાભાઈ  ભરવાડ દ્વારા એક  વિડીયો ફેસબુકમાં મુકવામાં આવ્યો હતો. જેના લીધે કેટલાક અસામાજીક તત્વો દ્વારા તેને  જાહેરમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ કૃત્યને નેત્રંગ તાલુકાના સમસ્ત હિન્દુ સમાજ ના વિવિધ સંગઠનો સખત શબ્દોમાં વખોડી ને આવા તત્વો સામે કડકમાં કડક પગલા લેવા જોઈએ આવા કૃત્યો ફરીથી ભવિષ્યમાં ન બને તે માટે આવા હત્યારાઓને ફાંસી ની સજા થવી જોઈએ તેવી રજુઆત સાથે આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલવું જોઈએ તેવી વિવિધ માંગણીઓ સાથે  નેત્રંગ મામલતદાર જી.આર.હરદાસાણીને તાલુકાના વિવિધ સંગઠનો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.આ કાર્યક્રમ મા સમસ્ત હિન્દુ સમાજ ના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, કિશન ભરવાડ ની હત્યા મા સંડોવાયેલા તમામ ને વેલી તકે ઝડપી આરોપીને ફાંસી ની સજા મળે તેવી માંગ ઉઠી હતી.

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી નેત્રંગ

error: