Satya Tv News

ઝઘડિયા પોલીસ મથકે યુવક, યુવતી 2 કારમાં વકીલ સહિત 6 લોકો સાથે જવાબ લખાવવા આવી
કાકા અને ફોઈના દીકરાએ મારક હથિયારો સાથે 3 કારમાં 10 લોકો સાથે આવી જીવલેણ હુમલો
બે કારમાં સવાર યુવક,યુવતી,વકીલો,ડ્રાઈવર સહિત 6 લોકોનો હુમલાની ફરિયાદ દર્જ
યુવતીના કાકા-ફોઇના દીકરાઓએ બંદૂક જેવા હથિયાર, તલવાર અને ધારીયા સાથે પીછો કર્યો
સમગ્ર ઘટનામાં ફિલ્મી સ્ટાઇલે જીવ લેવાનો કર્યો પ્રયાસ

એન્કર :
ભરૂચ જિલ્લાના આદિવાસી ઝઘડિયા તાલુકામાંથી સાઉથની ફિલ્મ જેવી સ્ટોરી સામે આવી છે. યુવતી ભાગીને આણંદના યુવાન સાથે મૈત્રી કરાર (લીવ ઇન રીલેશન) કરે છે. ઝઘડિયા પોલીસ મથકે પિતાએ આપેલી ફરિયાદનો જવાબ લખાવવા આવે છે અને કાકા-ફોઈના દીકરા 3 કાર લઈ દુશ્મન બની જીવ લેવાનો પ્રયાસ કરે છે.

વીઓ :
ઝઘડિયામાં યુવાન સાથે ભાગી લીવ ઇનમાં રહેનાર યુવતી સાથે બે કારમાં બેસેલા 6 વ્યક્તિઓ ઉપર પિતરાઈઓ સહિત 3 કારમાં આવેલા 12 લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો.ઝઘડિયાના સુલતાનપુરા ગામે રહેતી 21 વર્ષીય પૂજા જગદીશ પ્રજાપતિ 24 જાન્યુઆરીએ ઘરેથી ભાગી ગઈ હતી. આણંદના બીલપાડ ગામે રહેતા દિપક ગોહિલ સાથે મૈત્રી કરાર કરી લીવ ઇનમાં રહેવા લાગી હતી.યુવતીના પિતા જગદીશભાઈએ જાણવા જોગ ફરિયાદ આપી હોય યુવતી પૂજા યુવાન દિપક સાથે વકીલ પ્રવીણ પઢીયાર, ભુપેન્દ્ર જાદવ, ડ્રાઈવર શૈલેષ પરમાર, દિનેશ પઢીયાર એમ 6 પરિચિતોને લઈ 2 કારમાં ઝઘડિયા પોલીસ મથકે રવિવારે પોતાના જવાબો લખાવા આવી હતી.ઝઘડિયા પોલીસ મથકેથી માતા-પિતા અને અન્ય પરિવારજનોને મળી યુવતી બે કારમાં પરત ફરે છે. તે દરમિયાન યુવતીનો ઓલપાડ રહેતો કાકાનો દીકરો ધર્મેશ પ્રજપતિ, ભરૂચ ફાટા તળાવ રહેતો ફોઈનો છોકરો દિપક પ્રજાપતિ 3 કારમાં અન્ય 10 લોકો સાથે જાનથી મારી નાખવાની ધમકી અને કાર ચઢાવી દેવાના પ્રયાસ સાથે ફિલ્મી સ્ટાઇલમાં પીછો કરવા લાગે છે.ભરૂચ તરફ જવાના રસ્તે ધારીયું, બંદૂક જેવું હથિયાર અને તલવાર સાથે 3 કારમાં આવેલા પિતરાઈઓએ યુવક-યુવતીની કારને આગળથી અંતરવા જતા ડિવાઈડર સાથે અથડાઈ કાકાના દીકરાની આઈ 20 કાર પલટી મારી જાય છે.યુવતી પોતાની કાર પરત વળાવી સીધી ઝઘડિયા પોલીસ મથકે લઈ જાય છે. જ્યાં પિતરાઈ ભાઈઓ સહિત 12 શખ્સો સામે 6 લોકો ઉપર જીવલેણ હુમલાની ફરિયાદ નોંધાવે છે.

વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ઝઘડિયા

error: