સાધલીમાં ગતરાત્રીના ચાંદની પાર્ક સોસાયટીમાં થઇ ચોરી
એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રોકડ રકમ લઇ ફરાર
સોસાયટીમાં લગાવેલ સી.સી.ટી.વી કેમેરામાં ત્રણ ઈસમો કેદ
પોલીસે સી.સી.ટી.વી ફૂટેજ દ્વારા તસ્કરોને ઝડપી પાડવા કર્યા ચક્રોગતિમાન
શિનોર તાલુકાના સાધલી ગામે ગતરાત્રીના ચાંદની પાર્ક સોસાયટીમાં આવેલાં એક બંધ મકાન ને નિશાન બનાવી તસ્કરો રોકડ રકમ સહિત આશરે 25 હજાર ની ચોરી કરીને પલાયન થઈ ગયા હતાં.જોકે સોસાયટીમાં લગાવેલ સી.સી.ટી.વી કેમેરામાં ત્રણ ઈસમો કેદ થતાં પોલીસે સી.સી.ટી.વી ફૂટેજ મેરવીને ચોરી ને અંજામ આપનાર તસ્કરો ને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.
સાધલી ગામે ચાંદની પાર્ક સોસાયટીમાં રહેતાં સૈયદ ફરહાના બાનું અમજદ મિયાં બે દિવસથી તેઓની માતા બીમાર હોવાથી ભેખડા ગામે ગયા હતાં.જેથી તેઓનું મકાન બંધ હતું.તે દરમિયાન તારીખ 31 જાન્યુઆરી ની મધ્યરાત્રીએ તસ્કરોએ તેમના મકાન ને નિશાન બનાવી દરવાજા નું તાળું તોડી અંદર પ્રવેશી ત્રણ ત્રિજોરી ના લોક તેમજ પેટી પલંગ ખોલી ને રૂપિયા 10 હજાર રોકડા તથા એક સોનાની વીંટી અને 5 થી 6 તાંબા પિત્તળના વાસણો મળી અંદાજીત રૂપિયા 25 હજાર ની ચોરી કરી તસ્કરો પલાયણ થઈ ગયા હતાં.આ ઘટના અંગે સૈયદ ફરહાના બાનું અમજદ મિયાં દ્વારા શિનોર પોલીસ ને જાણ કરવામાં આવતાં તાત્કાલિક શિનોર પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો.પોલીસે ઘટના ને લઈ બનાવ સ્થળે પહોંચી તસ્કરો નું પગેરું મેરવવા માટે વધુ તપાસ તજવીજ હાથ ધરી છે.જો કે ચાંદની પાર્ક સોસાયટી ના સી સી ટી વી કેમેરામાં ત્રણ ઈસમો હાથમાં લાકડા ની ડાંગ સહિત ની વસ્તુઓ સાથે મોડી રાત્રે ફરતાં કેમેરામાં કેદ થતાં પોલીસે સી સી ટી વી ફૂટેજ મેરવીને ચોરી ને અંજામ આપનાર તસ્કરો ને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.
વિડિઓ જર્નાલિસ્ટ રાજેશ વસાવા સાથે સત્યા ટીવી શિનોર