સાગબારા : આમ આદમી પાર્ટી સાગબારા તાલુકાના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓએ આવેદન આપ્યું
ગુજરાત સરકાર પેપર ના ફૂટે તેની ગેરેન્ટી અને જવાબદારી લે
પેપર ફૂટે તો દરેક પરિક્ષાર્થી સાથે છેતરપિંડી બાબતે 1 લાખ રૂપિયા વળતર પેટે સરકાર ચુકાવવાની જવાબદારી લે
આમ આદમી પાર્ટી સાગબારા તાલુકાના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓએ આવેદન આપ્યુંહતું . જેમાં આમ આદમી પાર્ટી ના ગુજરાત પ્રદેશ સહ મંત્રી એ જણાવ્યું કે તારીખ 27/01/2022 ના રોજ ગુજરાતભર માં “તલાટી કમ મંત્રી” ની ભરતી કરવા માટે જાહેરાત કરવા માં આવેલ છે. પરંતુ ગુજરાત માં છેલ્લી ઘણી ભરતી ની પરીક્ષાઓ માં પેપર ફૂટી જવાના બનાવો બનતા આવ્યા છે જેના લીધે પરીક્ષાઓ ની તૈયારી કરતા અને નોકરીની રાહ જોતા વિદ્યાર્થીઓના ભાવિ ને નુકશાન પહોચે છે. સાથે પરિક્ષાર્થીઓ પાસેથી ફી તેમજ વાહન ભાડા પેટે કરોડો રૂપિયા ઉઘરાવી ને જાણે કે સરકાર દ્વારા ભંડોળ ઉભું કરી લેવા માં આવતું હોય તેવું લાગી રહ્યું છે.. જેથી પરિક્ષાર્થીઓનું ભવિષ્ય ના ડોહળાય તે માટે આમ આદમી પાર્ટી દ્વારા ” ગુજરાત સરકાર પેપર ના ફૂટે તેની ગેરેન્ટી અને જવાબદારી લે” અને જો પેપર ફૂટે તો દરેક પરિક્ષાર્થી સાથે છેતરપિંડી બાબતે 1 લાખ રૂપિયા વળતર પેટે સરકાર ચુકાવશે એવી જવાબદારી લે તે બાબતે આવેદન પત્ર આપ્યું હતું ..
જેમાં આમ આદમી પાર્ટી ના પ્રદેશ સહ મંત્રી ડો. કિરણ વસાવા, આમ આદમી સાગબારા તાલુકા આપ પ્રમુખ મહેશભાઈ પાડવી, આપ જિલ્લા ઉપપ્રમુખ,રાજભાઈ , ડેડીયાપાડા પ્રમુખ રાજેન્દ્રભાઇ વસાવા, સાગબારા મહિલા મોરચા પ્રમુખ ગીતાબેન વસાવા તેમજ તમામ હોદ્દેદારો, અને મોટી સંખ્યા માં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિડિઓ જર્નાલિસ્ટ દિપક જગતાપ સાથે સત્યા ટીવી રાજપીપલા