Satya Tv News

નેત્રંગ તાલુકાના શાણકોઈ ખાતે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયને ૨૩.૫૦ લાખના ખર્ચે ૫૦ સીટર બસઅર્પણ કરવામાં આવી

કન્યા કેળવણીને ઉત્તેજન આપવા તેમજ વિદ્યાર્થિનીઓની સુવિધા અર્થે ગલેન્ડા વિલેજ ખાતે આવેલી એમ.આર.એફ. લિમિટેડ દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે CSR ફંડમાંથી રૂ .૨૩.૫૦ લાખના ખર્ચે ૫૦ સીટર બસ નેત્રંગ તાલુકાના શાણકોઈ ખાતે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયને અર્પણ કરવામાં આવી હતી , જેને ભરૂચ કલેક્ટર કચેરી ખાતેથી જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું . શાળાની બાળાઓ દ્વારા પૂજાવિધિ તથા રિબીન કાપી બસ સુવિધાને સેવા સમર્પિત કરવામાં આવી હતી . આ વેળાએ એમ.આર.એફ. પ્લાન્ટ હેડ સાજી વર્ગીસ , એમ.આર.એફ. કંપનીના એડવાઈઝર હરીશભાઈ જોષી , એન્જિનીયર હેડ શશિકાંતકુંવર , એચ.આર. હેડ વિક્કી વ્યાસ , જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ . નિપાબેન પટેલ , શિક્ષણ નિરીક્ષક ડૉ . દિવ્યેશભાઈ પરમાર અને નિશાંત દવે , શાણકોઈ શાળાના શિક્ષકો , વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા .

વિડીયો જર્નાલિસ્ટ મિતેષ આહીર સાથે સત્યા ટીવી નેત્રંગ

error: