Satya Tv News

જિલ્લા રક્તપિત અધિકારીની કચેરી નર્મદા દ્વારા જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યો;

ડેડીયાપાડા તાલુકામાં તા.30 મી જાન્યુઆરીથી તા.13મી ફેબ્રુઆરી દરમિયાન રક્તપિત્ત જન-જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં અંતરિયાળ ગ્રામ્ય લેવલે ગ્રામ સભાઓ તેમજ જન-જાગૃતિ રેલીઓ યોજી રક્તપિત્ત રોગ વિશે સામાન્ય માહિતી આપવામાં આવી રહી છે, તેમજ જે લોકોને ચામડી પર આછું, ઝાખું, રતાશ પડતું કે અન્ય કોઈ ચાઠું મળી આવે તો તેની તપાસ કરીને સારવાર અને જરૂરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે.

રક્તપિત્ત જન જાગૃતિ અભિયાનનાં ભાગ રૂપે જિલ્લા રક્તપિત્ત અધિકારી ડો.હેતલ ભાઈ યુ.ચૌધરી, જિલ્લા રક્તપિત મેડિકલ ઓફિસરશ્રી ડૉ.હિરેન એચ.પ્રજાપતિ, લેપ્રસી- PMW ભૂપેન્દ્ર જે.ચૌધરી તથા ખોખરાઉમર ગામના સરપંચશ્રી અને આરોગ્યનો સ્ટાફ તથા ગ્રામજનોએ ગ્રામસભામાં હાજર રહી રક્તપિત જન જાગૃતિ અભિયાનની શરૂઆત કરી હતી.

રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા

error: