Satya Tv News

  • થવા ગામના રંજનબેન વસાવાની મહામંત્રી નિમણુંક
  • બ્રોન્ઝ મેડલ જીતનાર દ્રષ્ટી વસાવાને ગૃહમંત્રી,આદિજાતી મંત્રીએ સન્માન કયુઁ

  ગુજરાત આઇસસ્ટોક ફેડરેશનના પ્રમુખપદે મહેશભાઇ વસાવાની વરણી થતાં આદિવાસી વિસ્તારમાં આનંદ વ્યાપી જવા માંડ્યો હતો.

        પ્રાપ્ત માહિત મુજબ ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકાના થવા બેડાકંપની ગામના નાનાલાલ વસાવા અને રંજનબેન વસાવાની દીકરી દ્રષ્ટીએ આઇસ સ્ટોક સ્પૉટઁસ ચેમ્પિયનશીપમાં ભાગ લઇ ઉત્કૃષ્ઠ દેખાવ કરી બ્રોન્ઝ મેડલ મેળવી દેશભરમાં ભરૂચ જીલ્લા-નેત્રંગ તાલુકા અને આદિવાસી સમાજનું નામ રોશન કર્યું હતું.દ્રષ્ટી વસાવાનું ઠેર-ઠેર સન્માન કરાઇ રહ્યું છે.જેમાં ગુજરાત સરકારના આદિજાતી વિકાસમંત્રી નરેશભાઇ પટેલ,ગૃહરાજ્ય મંત્રી હષઁ સંઘવી,મંત્રી મુકેશભાઇ પટેલે સન્માન કરીને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.

 જેમાં ગુજરાત રાજ્યમાં આઇસસ્ટોક નામની રમત લાવનાર અને તે રમતની જનમાણસમાં પ્રચલીત કરનાર નેત્રંગ તાલુકાના થવા ગામના મુળ વતની મહેશભાઇ પટેલને ગુજરાત આઇસસ્ટોક ફેડરેશનના પ્રમુખ અને રંજનબેન વસાવાને મહામંત્રી તરીકા વરણી થતાં આદિવાસી વિસ્તારમાં આનંદ લાગણી પ્રસરી જવા માંડી હતી.

વિડીયો જર્નાસ્લીટ દિવ્યાંગ મિસ્ત્રી.સાથે સત્યા નેત્રંગ 

error: