Satya Tv News

વિકાસ તું ક્યાં છે, અમારા ગામમાં ક્યારે આવશે?

ગામના લોકોને તાલુકા મથકે જવા -આવવા માટે સરપંચશ્રી દ્વારા મનરેગા યોજના હેઠળ કામ ચલાઉ રસ્તો તૈયાર કરી અપાયો;

ડેડિયાપાડા તાલુકાના લાડવા ગામ થી મોજરા ગામ વચ્ચે તરાવ નદી પર પુલ ન હોવાથી નદીની આજુબાજુના ગ્રામજનો ને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે, ત્યારે કાબરી પઠાર પંચાયતના સરપંચ દિવાનજીભાઈ વસાવા એ મનરેગા યોજના હેઠળ કામ મંજુર કરીને ગામના લોકોને આવવા – જવા માટે બેબાર, ધુથર, ટેકવાડા,ફુલસર, કંજાલ,ગઢ, જેવા ગામોના લોકો માટે જિલ્લા તેમજ તાલુકા મથકે જવા માટે દર વર્ષે આ નદી પર વધારે પાણી આવી જતું હોવાને કારણે પાણીમાં ઉતરવું મુશ્કેલ થઈ પડે છે, તેમજ આ શિયાળાની ઠંડીમા પણ પાણીમાં ઉતરવું પડે છે, અને આમ વારંવાર બહુજ મુશ્કેલી વેઠવી પડે છે, જેના કારણે સરપંચશ્રી દ્વારા એમના જે.સી.બી. તેમજ ટ્રેકટર આપી શ્રમ દાન કરી લોકોને આવવા જવા માટે સહેલું પડે તે માટે કામ ચલાઉ રસ્તો તૈયાર કરી આપવામાં આવી રહ્યો છે. અને સરકારશ્રી તરફથી આ નદી પર પુલ મંજુર કરી આપે તો આ સમસ્યાનો અંત આવે અને સમસ્યા દૂર થાય એવી ગ્રામજનોની માંગ છે.

વિડીયો જર્નાસ્લીટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી , દેડીયાપાડા

error: