Satya Tv News

પશુ ચારો લઈ જતા ટેમ્પો માં આગ લાગતા જોતજોતા માં ટેમ્પો સળગી ઉઠ્યો
ટેમ્પો ના ચાલકે હેમખેમ પોતાનો જીવ બચાવ્યો

વાગરા ના અંભેર ગામ નજીક ઘાસચારો લઈ પસાર થતા આઇસર ટેમ્પો માં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી પાણી નો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.ટેમ્પો ના ચાલકે હેમખેમ પોતાનો જીવ બચાવ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર બોરસદ તાલુકાનાં નાપા ગામે રહેતા જમીયતખાને પોતાનો આઇસર ટેમ્પો જી જે ૦૫ એટી ૨૦૪૯ ને  લઈ પોતાના ચાલક રહિમખાન આઈ રાણાને વાગરા તાલુકાના અંભેલ અને ગોલાદરાની સિમમાંથી પશુઓ માટે ઘાસ ચારો ભરવા મોકલ્યો હતો.આજરોજ ઘાસચારો ભરી ટેમ્પો બપોરના સમયે આણંદ પરત જઇ રહ્યો હતો.અંભેર ગામ નજીક થી પસાર થતા નમી ગયેલા વીજ પોલના જીવંત વિજ વાયર ઘાસચારામાં અડી જતા એકાએક આગ લાગી જવા પામી હતી.ડ્રાઈવરને આગ લાગવાની જાણ થતાજ ટેમ્પોમાંથી ભાગી જઈ હેમખેમ પોતાનો જીવ બચાવ્યો હતો.જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ટેમ્પો આગની ચપેટમાં આવી ગયો હતો.આગના ગોટે ગોટા દેખા દેતા અંભેર ગામના લોકોમાં નાશભાગ મચી ગઈ હતી.બનાવની જાણ ongc ફાયર વિભાગને થતા ફાયર ફાઇટર લઈ ઘટના સ્થળે પહોંચી જઇ આગ પર કાબુ મેળવ્યો હતો.આગ લાગવા ના બનાવ ને પગલે ઘટના સ્થળે લોક ટોળા ઉમટી પડ્યા હતા

જર્નાલિસ્ટ ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા

error: