ડેડીયાપાડા પોલીસે સંયુક્ત ઓપરેશન કરી સગીર વયની કિશોરી ઉપર સામુહીક બળાત્કારની ઘટનાના આરોપીઓની શોધખોળ કરી;
એમ.એસ.ભરાડા, ઇચા.પોલીસ મહાનિરીક્ષક,વડોદરા વિભાગ, વડોદરાનાઓ તથા હિમકર સિંહ, પોલીસ અધિક્ષક, નર્મદાનાઓની સુચના તથા માર્ગદર્શન અનુસંધાને જીલ્લામાં શરીર વિરૂધ્ધના અનડેટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા તથા આવા ગુનેગારોને ઝડપી જેલ હવાલે કરવાની સુચના તથા માર્ગદર્શન અનુસંધાનેરાજેશ પરમાર, ના.પો.અધિ.રાજપીપલા વિભાગના સુપરવિઝન હેઠળ પી.પી.ચૌધરી, સી.પી.આઇ. ડેડીયાપાડા તથા એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. તથા એલ.સી.બી. ટીમના પોલીસ માણસો તથા બી.આર.પટેલ, પો.સ.ઇ. ડેડીયાપાડા તથા ડેડીયાપાડા પોલીસે સંયુક્ત ઓપરેશન કરી ડેડીયાપાડા પો.સ્ટે. વિસ્તારમાં થયેલ સગીર વયની કિશોરી ઉપર સામુહીક બળાત્કારની ઘટનાના આરોપીઓની શોધખોળ કરવા અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કરેલ. જે અનુસંધાને ડેડીયાપાડા પો.સ્ટે. વિસ્તારમાં ખાનગી બાતમીદાર મારફતે બાતમી આધારે આ સામુહીક બળાત્કારને અંજામ આપનાર આરોપીઓ (૧) અંકીતભાઇ સતીશભાઇ તડવી રહે. થાણાફળીયા ડેડીયાપાડા (૨) આકાશભાઇ અશોકભાઇ વસાવા (૩) રવિકુમાર ઉર્ફે બુશી અતુલભાઇ માછી (૪) રાહુલકુમાર છગનભાઇ વસાવા ત્રણેવ રહે. પારસી ટેકરા ડેડીયાપાડા (૫) રાહુલભાઇ ઉર્ફે નાનુ જયેશભાઇ સોલંકી રહે. નવીનગરી ડેડીયાપાડા તથા (૬) કાયદાના સંધર્ષમાં આવેલ કિશોરને ગણત્રીના કલાકોમાં ઝડપી પાડી યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતાં સદર સામુહીક બળાત્કારનો ગુનાની કબુલાત કરેલ હોય જેથી તમામ આરોપીઓ વિરૂધ્ધ દેડીયાપાડા પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નંબર ૧૧૮૨૩૦૦૪૨૨૦૦૫૩/૨૦૨૨ ઇ.પી.કો.કલમ-૩૬૩, ૩૭૬(ડી), ૩૭૬(૨)(એન), ૫૦૬(૨) તથા પોક્સો એક્ટ કલમ-૪,૬,૧૭, તથા એટ્રોસીટી એક્ટ ૩(૧) (આર) (ડબલ્યુ), ૩ (૨) (૫) મુજબના નોંધાયેલ ગુનાના કામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.
વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી દેડીયાપાડા