Satya Tv News

સામુહિક બળાત્કારના ગુનાના તમામ આરોપીઓ સામે કાર્યવાહી કરતી નર્મદા પોલીસ

દેડિયાપાડા વિસ્તારમા ધોરણ 11 માં અભ્યાસ કરતી સગીર કન્યા ઉપર ગેંગરેપ થયો હોવાની વિગત સામે આવતા ચકચાર મચી જવા પામી છે.સામુહિક બળાત્કારના ગુનાના સગીરો સહિત ગુનામાં સંડોવાયેલા કૂલ 6આરોપીઓના નામ બહાર આવતા નર્મદા પોલીસે તમામ આરોપીઓને ઝડપી તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.બનાવની વિગત અનુસાર ધોરણ 11 માં અભ્યાસ કરતી સગીર કન્યા ઉપર ગેંગરેપથતાં આ કન્યા ગભરાઈ ગઈ હતી

બનાવ પહેલ કન્યા સ્કૂલમાં જવાના બદલે દેડિયાપાડા એસ. ટી. ડેપો ખાતે આવી હતી. જ્યાં સગીરો તેની પાછળ આવેલા. અને પીડબલ્યુડીનાં જુના ક્વાટરમાં તેને લઇ ગયાં હતાં.જ્યાં તેના પર પાશવી ગેંગરેપ થયો હતો.ઘટના બાદ સગીરા તેના ઘરે નહીં જતાં માસીનાં ઘરે ગઈ હતી. તેના માતા પિતાએ ઘરે ન આવતા શોધ ખોળ કરી હતી.તેની પુછપરછ કરતાં સગીર કન્યારે તેના ઉપર સામુહિક બળાત્કાર થયો હોવાની ઘટનાની જાણ કરતાં પરિવાર જનો હેબતાઈ ગયા હતા.

આ બાબતની પોલીસ ફરિયાદ ડેડીયાપાડા પોલીસમા નોંધાતા પોલીસે સઘન તપાસ આદરી હતી. બનાવની ઘટના બાદ પ્રાથમિક તપાસમાં સગીર કન્યાનું મેડિકલ પરિક્ષણ કરવાના આદેશો આપ્યા હતા. અને દુષ્કર્મ આચરનારોએક આરોપી સગીર હોઈ પણ સરકારી હોસ્પિટલમાં તબીબી
રિપોર્ટના આધારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી. એ ઉપરાંત મહિલા પોલીસ દ્વારા સગીરાનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યુંહતું . પોલીસ દ્વારા આ ગુનામાં સંડોવાયેલ તમામ 6યુવકોની અટકાયત પણ કરવામાં આવી છે.

હિમકર સિંહ, પોલીસ અધિક્ષક, નર્મદાની સુચના તથા માર્ગદર્શન અનુસંધાને જીલ્લામાંશરીર વિરૂધ્ધના અનડેટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા તથા આવા ગુનેગારોને ઝડપી જેલ હવાલેકરવાની સુચના તથા માર્ગદર્શન આપતાં તે અનુસંધાને રાજેશ પરમાર, ના.પો.અધિ. રાજપીપલાવિભાગના સુપરવિઝન હેઠળ પી.પી.ચૌધરી, સી.પી.આઇ. ડેડીયાપાડા તથા એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. તથા એલ.સી.બી. ટીમના પોલીસ માણસો તથાબી.આર.પટેલ, પો.સ.ઇ. ડેડીયાપાડા તથા ડેડીયાપાડા પોલીસે સંયુક્ત ઓપરેશન કરી ડેડીયાપાડા વિસ્તારમાં થયેલ સગીર વયની કિશોરી ઉપર સામુહીક બળાત્કારની ઘટનાના આરોપીઓની શોધખોળ કરવા અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કરેલ હતા . જે અનુસંધાને ખાનગી બાતમીદાર મારફતે બાતમીને આધારે આ સામુહીક બળાત્કારને અંજામ આપનાર આરોપીઓ (૧) અંકીતભાઇ સતીશભાઇ તડવી( રહે. થાણાફળીયા ડેડીયાપાડા )(૨) આકાશભાઇ અશોકભાઇ વસાવા (૩) રવિકુમાર ઉર્ફે બશી અતુલભાઇ માછી (૪) રાહુલકુમાર છગનભાઇ વસાવા (ત્રણેવ રહે. પારસી ટેકરા ડેડીયાપાડા) (૫) રાહુલભાઇ ઉર્ફે નાનું જયેશભાઇ સોલંકી( રહે. નવીનગરી ડેડીયાપાડા) તથા (૬) કાયદાના સંધર્ષમાં આવેલ કિશોરને ગણત્રીના કલાકોમાં ઝડપી પાડી યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતાં સામુહીક બળાત્કારનો ગુનાની કબુલાત કરેલ હોય જેથી આરોપીઓ વિરૂધ્ધ દેડીયાપાડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.એક સગીર કન્યા ઉપર સગીર યુવકો દ્વારા સામુહિક ઘટનાના સમાજમા ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

આ બાબતે દેડિયાપાડાના ધારાસભ્ય મહેશભાઇવસાવાએ આ ઘટનાની નિંદા કરી સખત શબ્દોમાં વખોડી કાઢી પણ જિલ્લા પોલીસ વડા સાથે વાતચીત કરી આ ઘટનાના કોઈ પણ આરોપીઓસામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

વિડીયો જર્નાલિસ્ટ જ્યોતિ જગતાપ સત્યા ટીવી રાજપીપલા

error: