Satya Tv News

ભર શિયાળામા જ હાડપીંજર સમી મા નર્મદાની દુર્દશા

નર્મદા સ્નાન માટે નર્મદામા પાણી ન હોવાથી શ્રદ્ધાળુંઓની ધાર્મિક લાગણી દુભાઈ

ઉનાળો આવતા નર્મદા સુકાઈને છીછરી બની જતા લીલ શેવાળ બાઝી જતા નદીનું પાણી ગંધ મારે છે!

જેનાં દર્શન માત્રથી પવિત્ર થવાય એવી નર્મદા નદીમાં શ્રદ્ધાંળુંઓને નર્મદા સ્નાન કરી પુણ્ય કમાવવાના ફાંફા પડવા માંડયા છે. સદા ખળ ખળ વહેતી મા નર્મદાના નીર ભર શિયાળે જ સુકાવા લાગ્યા છે ત્યારે ઉનાળામા નર્મદાનીશી હાલત થશે? એ કલ્પના જ શ્રધ્ધાળુંઓને ડગમગાવી રહી છે.
માંગરોલના સદાનંદ મહારાજે 7મી ફેબ્રુઆરીએ નર્મદા જયંતી હોઈ નર્મદા મા અને નર્મદા તિર્થો આવેલા હોઈપવિત્ર નર્મદા સ્નાન અને નર્મદા પૂજન માટે નર્મદામા પાણી છોડવાની માંગ કરી છે.

સદાનંદ મહારાજે જણાવ્યું છે કે નર્મદા નદી કિનારે આવેલા મંદિરો,આશ્રમોમાં દર નર્મદા જયંતીએ ધૂમધામથીનર્મદા જયંતીની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે નર્મદા સ્નાન અને નર્મદાપૂજનનુ વિશેષ ધાર્મિક મહત્વ હોય છે. પણ જયારથી નર્મદા ડેમ અને વિયર ડેમ બન્યો છે ત્યારથી નર્મદાનદીની દયનીય હાલત થઈ છે. વિકાસના નામે ખળ ખળ વહેતી નર્મદાના ખસ્તા હાલ થયાં છે. પવિત્ર નર્મદા સ્વચ્છ રહેવી જોઈએ, કુદરતી રીતે ખળ ખળ વહેતી રહેવી જોઈએ. પણ નર્મદા આડે બંધ બાંધ્યા પછી નર્મદામા પાણી છોડાતું ન હોવાથી નર્મદા દર વખતે સુકાઈને હાડ પિંજર બની જાય છે. ત્યારે શ્રદ્ધાંળુંઓની ધાર્મિક લાગણી દુભાય છે.

ખાટલે મોટી ખોડ એ છે કે ગોરા ઘાટ ખાતે નર્મદા પૂજનઆરતી માટે કરોડોનો ખર્ચ સરકાર કરી શકે છે પણ વાર તહેવારે નર્મદા જયંતી, શુલપાણ મેળો, ભાદરવાનો મેળા વખતે લાખો ભક્તો, શ્રદ્ધાંળુંઓ નર્મદા મા ડૂબકી લગાવી નર્મદા સ્નાન માટે આવે છે ત્યારે પણ છીછરી નર્મદામા પાણી ન હોવાથી લાખો શ્રદ્ધાંળુંઓની ધાર્મિક લાગણી દુભાય છે.

અરે તંત્ર દ્વારા ભક્તો માટે નર્મદા સ્નાન કરવાની કોઈ વ્યવસ્થા પણ નથી!મહિલાઓ ને કપડાં બદલવા કે ન્હાવા માટે અહીં બાથરૂમની પણ કોઈ વ્યવસ્થા નથી, નર્મદા કિનારે અગ્નિ સંસ્કાર કર્યા પછી લોકોને ન્હાવાની કોઈ સારી વ્યવસ્થા જ નથી. મા દીકરીઓને ખુલ્લામા કપડાં બદલવાનો વારો આવે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે. જિલ્લા ની સ્વૈછીંક સંસ્થાઓઅને વહીવટી તંત્ર પણ આ દિશામા ભક્તોની સુવિધાઓ વધારવા આગળ આવે એવી આમ જનતાની પણ માંગ છે.

વિડીયો જર્નાલિસ્ટ :જ્યોતિ જગતાપ સત્યા ટીવી,રાજપીપલા

error: