Satya Tv News

સુરતમાં રાંદેર પાલનપુર પાટિયા હિમગીરી સોસાયટીમાં શિક્ષકના 8 માસના બે ટ્વિન્સ બાળકોને 3 કલાક સાચવવા રાખેલી કેરટેકરેનો શુક્રવારે સવારે સાસુ સાથે ઝઘડો થયો હતો. સાસુનો ગુસ્સો કેરટેકરે બાળક ઉતારી નાખ્યો હતો. બાળકને કેરટેકરે પલંગ પર 4થી 5 વાર પછાડી, તમાચો મારી, હવામાં ઉછાળી માર માર્યો હતો. બાળકને માથામાં પાછળના ભાગે 3 જગ્યાએ ગંભીર ઈજા થઈ હતી. બાળકની મેડિકલ તપાસમાં માથામાં બે ફ્રેક્ચર અને બે હેમરેજ હોવાનું સામે આવ્યું છે. 8 માસનું બાળક હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે.

બાળરોગ ચિકિત્સક ડો.જણાવ્યું કે, બાળકને માથામાં બે ફ્રેકચર અને બે નાના હેમરેજ છે. આજે રવિવારે પાછો સીટી સ્કેનનો રિપોર્ટ કઢાવી તપાસ કરાશે. રિપોર્ટમાં કોઈ મોટો ઇશ્યુ ન આવે તો બાળકની અઠવાડિયામાં રિકવરી આવી શકે છે.

YouTube player

બાળક રડતો હોવા છતાં કેરટેકરે 5 મિનિટ સુધી મારતી રહી હતી એવું સીસીટીવી ફૂટેજમાં સામે આવ્યું હતું. બાળક બેભાન થયું છતાં થોડીવાર તેને રાખી મુકી બાદમાં કેરટેકર કોમલે બાળકની માતાને કોલ કરી જાણ કરી હતી. આથી માતાએ બાજુમાં રહેતી સાસુને વાત કરી હતી. આથી માતા આવે તે પહેલા સાસુ તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગઈ ત્યારે કેરટેકર પોતાના ઘરે ચાલી ગઈ હતી.

બાળકને માથામાં પાછળના ભાગે 3 જગ્યાએ ગંભીર ઈજા થઈ હતી. પરિવારે ઘરના સીસીટીવી ચેક કરતા કોમલનો ભાંડો ફુટયો હતો. 8 માસનું બાળક હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે. પોલીસે 28 વર્ષીય કેરટેકર કોમલ રવિ ચાંદલેકર (રહે.શ્રધ્ધાદીપ સોસા, સીંગણપોર)ની ધરપકડ કરી છે. સાતમા માસે જન્મેલા બંને બાળકની તબિયત નાજુક હોવાથી દોઢ મહિનો કાચની પેટીમાં રાખ્યા હતા, જેનો ખર્ચ 11 લાખ થયો હતો. બાળકોની કાળજી રાખવા મિત્રની પત્ની પર વિશ્વાસ મુકી કેરટેકર તરીકે રાખનારે જ માસૂમને માર માર્યો હતો.

એક દિવસ પહેલા માતાએ પુત્રને કહ્યું કે, ભલે તું માનતો નહિ હોય, પરંતુ તારા છોકરાઓનો રડવાનો બહુ અવાજ આવે છે એટલે મારો પણ જીવ બળે છે. મારૂ નહિ માને તો કંઈ નહિ, પરંતુ ઘરમાં કેમેરા લગાડી દે. આથી પુત્રએ ઘરમાં એક દિવસ પહેલા કેરટેકરને ખબર નહિ પડે તે રીતે સીસીટીવી કેમેરા ફીટ કર્યા હતા. કેમેરા લગાડયાને બીજા જ દિવસે કેરટેકરનો ભાંડો ફુટી ગયો હતો.

છેલ્લા એક વીકથી કેરટેકર કોમલ બાળકોને માર મારતી હોવાને કારણે બંને બાળકનો રડવાનો અવાજ પડોશીઓને આવતો હતો. ઘરેથી માતા-પિતા નોકરી જાય પછી 9 થી 1 વાગ્યા સુધી કોમલને 3 હજારનો પગાર આપતા હતા. કેરટેકર કોમલનો પતિ રવિ અને બાળકનો પિતા મિતેશ બંને મિત્ર છે.બંને અલગ અલગ સ્કૂલમાં શિક્ષક છે. રવિએ પત્ની કોમલને મિત્રના બે બાળકોની દેખરેખ રાખવા છેલ્લા ત્રણ મહિનાથી મોકલી હતી.

error: