Satya Tv News

રંગોળી આર્ટિસ્ટ અંજલી સાલુંકે અને તેમના પાંચ સહયોગીઓ દ્વારા આ રંગોળી બનાવવામાં આવી હતી. આ રંગોળી તૈયાર કરતા તેઓને 19 કલાક જેટલો લાંબો સમય લાગ્યો હતો. અલગ અલગ શેડના 15 જેટલા રંગોથી સ્વર્ગીય લતા મંગેશકરજીની આ ખુબસુરત રંગોળી તૈયાર કરવામાં આવી હતી.

દેશના પ્રસિદ્ધ ગાયક કલાકાર લતા મંગેશકરે થોડા દિવસો પહેલા જ આ દુનિયાને અલવિદા કહ્યું છે. તેમના અવસાન બાદ સંગીત જગતની દુનિયામાં ક્યારેય ન ભરી શકાય તેવી ખોટ ઉભી થઈ છે. મધુબાલાથી લઈને માધુરી દીક્ષિત સુધી અભિનેત્રીઓને ફિલ્મોમાં સુમધુર અવાજ આપનાર લતા મંગેશકર સંગીતપ્રેમીઓના હૃદયમાં હર હંમેશા કાયમ રહેશે. આજે સંગીતપ્રેમીઓ અને તેમના ચાહકો લતાજીને પોતાની રીતે યાદ કરી રહ્યા છે. ત્યારે સુરતમાં પણ તેમને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલા એક મોલના કેમ્પસમાં લતાજીની વિશાળકાય રંગોળી તૈયાર કરવામાં આવી હતી.

રંગોળી આર્ટિસ્ટ અંજલી સાલુંકે અને તેમના પાંચ સહયોગીઓ દ્વારા આ રંગોળી બનાવવામાં આવી હતી. આ રંગોળી તૈયાર કરતા તેઓને 19 કલાક જેટલો લાંબો સમય લાગ્યો હતો. અલગ અલગ શેડના 15 જેટલા રંગોથી સ્વર્ગીય લતા મંગેશકરજીની આ ખુબસુરત રંગોળી તૈયાર કરવામાં આવી હતી. આમ, કલાકોની મહેનત બાદ આ અદભુત આર્ટ રંગોળી આર્ટિસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું.

રંગોળી આર્ટિસ્ટ અંજલી સાલુંકેના જણાવ્યા પ્રમાણે આજે લતાજી ભલે આપણી વચ્ચે નથી રહ્યા પણ તેઓએ તેમના મીઠા અવાજથી લોકોની યાદોમાં કાયમ રહેશે. તેમની ખોટ ક્યારેય પુરી શકાય એમ નથી. આજે અમારી કલાથી અમે તેમને શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયત્ન કર્યો છે. આ પહેલા અનેક કલાકારોની રંગોળી તેઓએ બનાવી છે પણ આ રંગોળી તેમના માટે ખાસ રહેશે. લતાજીના એક્સપ્રેશન તેમના ચહેરાના હાવભાવની સાથે મેચ થાય એવા રંગો પસંદ કરવા એક ચેલેન્જ હતું પણ અમે ટીમ વર્ક સાથે આ પૂર્ણ કર્યું છે.

અંજલી સાલુંકે દ્વારા તૈયાર કરવામાં આવેલી આ રંગોળીને મોલમાં આવતા નાના મોટા સૌ કોઈએ વખાણી હતી. લોકોએ તેમના મોબાઈલમાં પણ આ સુંદર રંગોળીના ફોટા કેદ કર્યા હતા. લોકોએ રંગોળી બનાવનાર આર્ટિસ્ટને પણ અભિનંદન પાઠવ્યા હતા. મોલમાં આવનાર એક મુલાકાતીનું કહેવું હતું કે લતાજીનું આટલું અદભુત આર્ટ તેઓએ હજી સુધી જોયું નથી. સુરત તરફથી તેમને આ શ્રદ્ધાંજલિ યાદ રહેશે.

error: