Satya Tv News

ભરૂચ LCB પોલીસના હાઇવે પર ચાલતા બાયોડીઝલ પર દરોડા

હાઇવે પરની દ્વારકાધીશની હોટલ નજીકની 5.36 લાખનો મુદ્દામાલ ઝડપાયો

પોલીસે એક આરોપીની અટકાયત કરી વધુ એકને વોન્ટેડ કર્યો જાહેર

તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ એક આરોપીની અટકની કાર્યવાહી હાથ ધરી

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર દ્વારકાધીશ હોટલ નજીક જવલનશીલ પ્રવાહી બાયો ડીઝલનું વેચાણ કરતા એક ઇસમ રૂપિયા 5.36 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે.

ભરૂચ LCB પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સુરતથી અંકલેશ્વર આવતા નેશનલ હાઇવે ઉપર દ્વારકાધીશ હોટલના કમ્પાઉન્ડમાં બાયો ડિઝનના નામે જ્વલનશીલ પ્રવાહીનું વેચાણ કરે છે. સદર બાતમીના આધારે એલસીબી પોલીસ,મામલતદાર અને એફ.એસ.એલની ટીમોએ સાથે રાખી દરોડા પાડ્યા હતા.

પોલીસે હોટલના કમ્પાઉન્ડમાં રહેલ શેડ અને પાર્ક કરેલ વાહનમાંથી 1600 લીટર શંકાસ્પદ પ્રવાહી તેમજ વાહનમાં ઇંધણ ભરવા માટેનો ફ્યુલ પમ્પ મળી મામલતદાર અને એફ.એસ.એલ દ્વારા ચકાસણી કરતા જથ્થો જ્વલનશીલ હોય તેના સંગ્રહ કરવાની કોઈ મંજૂરી ન હોવા સાથે શંકાસ્પદ પ્રવાહીમાંથી નમૂનો લઈ 1600 લીટર જથ્થો સ્થળ પર સિઝ કર્યો હતો. અને 96 હજારનું જ્વલનશીલ પ્રવાહી,ફ્યુલ પમ્પ,ટેમ્પો અને ટેન્ક મળી કુલ 5.36 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ભરૂચ LCB પોલીસે સુરતના વરાછા વિસ્તારમાં આવેલ ડાહ્યા પાર્કમાં રહેતો મહેશ રાજાભાઈ મેવાડાને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય એક ઇસમ સામે તાલુકા પોલીસ મથકમાં ગુનો દર્જ કરાવતા તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ એકને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: