Satya Tv News

શિનોરમાં બે ઇસમોને વિદેશીદારૂના પ્રોહી મુદ્દામાલ સાથે ઝડપી પડ્યા
ચાંદોદ પાટિયા પાસે બે ઈસમો ચાલતાં આવતાં હતાં
બન્ને ઇસમોને ઉભા રાખી તેઓના હાથમાં રહેલ થેલી કરી ચેક
ચેક કરતા થેલીમાંથી વિદેશીદારૂની પ્લાસ્ટિક ની બોટલ નંગ – 5 મળી

શિનોર પોલીસે ચાંદોદ પાટિયા પાસેથી બે ઇસમોને રૂપિયા 2625 /- ના ભારતીય બનાવટ ના વિદેશીદારૂ ના પ્રોહી મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ કોન્સ્ટેબલ ગિરીશભાઈ રાઠવાએ શિનોર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ આજરોજ સેગવા બીટ વિસ્તારમાં હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ રાઠવા સાથે સેગવા ચોકડી થી આનંદી – ડભોઇ તરફ પેટ્રોલિંગ અર્થે નીકળેલાં હતાં.તે દરમ્યાન ચાંદોદ પાટિયા પાસે બે ઈસમો ચાલતાં આવતાં હતાં.જેમાં એક ઈસમ ના હાથમાં થેલી હતી.જેથી બન્ને ઇસમોને ઉભા રાખી તેઓના હાથમાં રહેલ થેલી ચેક કરતા થેલી માંથી ભારતીય બનાવટ ની વિદેશીદારૂ ની પ્લાસ્ટિક ની બોટલ નંગ – 5 મળી આવતાં પોલીસે રૂપિયા 2625 /- નો પ્રોહી મુદ્દામાલ કબ્જે લઈ સુનિલભાઈ નગીનભાઈ વસાવા અને વિજયભાઈ સુરેશભાઈ વસાવા ને ઝડપી પાડી તેઓ સામે પ્રોહી કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વિડિઓ જર્નાલિસ્ટ રાજેશ વસાવા સાથે સત્યા ટીવી શિનોર

error: