ઓલપાડના પારડી ભાદોલી ગામેથી પસાર થતી લાઇનમાંથી પેટ્રોલ,ડીઝલની ચોરી
પેટ્રોલ,ડીઝલની લાઈનમાં પંક્ચર પાડી કુલ્લે 8 લાખ,52 હજારથી વધુના પેટ્રોલિયમ પેડાશની ચોરી
અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ
ઓલપાડ તાલુકાના પારડી ભાદોલી ગામેથી પસાર થતી આમોદ હજીરા પાઇપલાઇનમાંથી અજાણ્યા ચોર ઈસમો દ્વારા પેટ્રોલ અને ડીઝલની લાઈનમાં પંક્ચર પાડી 8 લાખ 52 હજારથી વધુના પેટ્રોલ,ડીઝલની ચોરી કરી નુકશાન પહોંચાડતા પોલીસ દ્વારા ગુનો નોંધી ફરિયાદ કરવામાં આવી હતી.
આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ પારડી ભાદોલી ઓલપાડ સીમમાં હિતેન્દ્ર સિંહ માનસિંહ દેસાઈ ના સર્વે નમ્બર 222 વાળી જમીન આવેલ છે.સદર સર્વે વાળી જમીનમાંથી આમોદ હજીરા પાઇપલાઇન ચેનેજ 64.1 કિમી પસાર થાય છે.સદર જગ્યાએ અજાણ્યા ઈસમોએ પટ્રોલીયમ પેદાશોની ચોરી કરી પૂર્વઆયોજિત ગુનાહિત કાવતરું રચી આમોદ હજીરા પાઈપલાઈનમાં હેવી પ્રેશરથી જ્વલનશીલ પેટ્રોલિયમ પેદાશ વહન થતું હોવાનું અને જાનહાની થવાની સંભાવના હોવાનું જાણતા હોવા છતાં અસુરક્ષિત રીતે પાઇપલાઇનમાં પંક્ચર પાડી વાલ્વ બેસાડી રાષ્ટ્રિય સંપત્તિ પેટ્રોલિયમ પ્રોડક્ટની ચોરી કરી હતી.ગત તારીખ 30/1/2022 ના રોજ આશરે 8733.656 લીટર ડીઝલ જેની કિંમત પ્રતિ લીટર બજાર ભાવ 49.49 લેખે કુલ 4,32,228.64 રૂપિયા નો મુદ્દામાલ તથા 2/2/2022 ના રોજ 8733.656 લીટર પેટ્રોલ કે જેનો પ્રતિ લીટર બજારભાવ 48.13 લેખે 4,20,350.86 રૂપિયા મળી પેટ્રોલ અને ડીઝલ મળી કુલ 17,467.31 લીટર મળી કુલ્લે 8,52,579.49 રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન કરી ભાગી છૂટ્યા હતા.સદર ગુનાની તપાસ સક્ષમ અધિકારી ને સોંપવા પોલીસ અધિક્ષક સુરત ગ્રામ્યનાઓએ હુકમ કર્યો હોય આવશ્યક ચીજ વસ્તુ ધારા 3,7 ના નિયમોનો ભંગ કરી ધી પેટ્રોલિયમ એન્ડ મિનરલ્સ પાઇપલાઇન સુધારા અધિનિયમ 1962 અને 1977 થતા 2012 ના અધિનિયમ મુજબ ગુનો કરનાર ચોર ઈસમો વિરુદ્ધ ઈપીકો કલમ 379,285, 427,120(બી) તથા (15)2,(15)4 તથા ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એકટ 3,5દ તથા આવશ્યક કલમ 3,7 મુજબ ફરિયાદી આસિસ્ટન્ટ મેનેજર મેઈન લાઇન શાહનવાઝ રફીકભાઈ કાતરિયાની ફરિયાદ લઈ ગુનો નોંધી વધુ તપાસ પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
વિડિઓ જર્નાલીઝ કિશોર સોની સાથેદત્તરાજ સિંહ ઠાકોર સત્યા ટીવી કીમ