Satya Tv News

પાલેજ હાઇવે ચોકડી પર ફ્લાય ઓવરબ્રિજ પર ટેમ્પો સળગ્યો
શેરડી પોલાણ કરેલાં વેસ્ટ કુચા ભરેલો ટેમ્પો ભળ ભળ સળગ્યો
પાલેજ હાઇવે બ્રિજ પર રાત્રે ૯ વાગ્યાના સમયે આશરે લાગી આગ

ભરૂચ જિલ્લાનાં પાલેજ ચોકડી પર નેશનલ હાઇવે ૪૮ પર ફ્લાય ઓવર બ્રિજ ઉપરથી ટેમ્પો પસાર થઈ રહયો હતો તે જ સમયે અચાનક આગ લાગી હતી અને ટેમ્પમાં શેરડી પોલાણ કરેલાં વેસ્ટ કુચા ભરેલાં હોવાથી જોત જોતાં માં આખો ટેમ્પો આગની જ્વાળા માં લપેટાઈ ગયો હતો અને ટેમ્પો સળગી ઉઠ્યો હતો.

મળતી માહિતી મુજબ ટેમ્પો ચાલક વાલિયા થી શેરડી પોલાણ કરેલાં વેસ્ટ કુચા ભરીને કડી કલોલ તરફ જઈ રહયો હતો.આ દરમ્યાન પાલેજ પાસે ફ્લાય ઓવર બ્રિજ ઉપર પોહચ્યો તે સમયે અચાનક ટેમ્પામાં આગ લાગી ગઈ હતી.ટેમ્પામાં વેસ્ટ કુચા ભરેલા હોવાથી જોત જોતામાં ટેમ્પો આગની જ્વાળામાં લપેટાઈ ગયો હતો.પરિસ્થિતિ પારખી ગયેલ ચાલકે સાવચેતીથી ટેમ્પા માંથી બહાર નીકળી ગયો હતો.

વિડિઓ જર્નાલિસ્ટ નિમેષ ચૌહાણ સાથે સત્યા ટીવી કરજણ

error: