Satya Tv News

સુરતના પાસોદરા પાટિયા વિસ્તારની ઘટના

એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પ્રેમિકાની કરી હત્યા

જાહેર ચપ્પુથી ગળું કાપી યુવતી ની હત્યા કરી

હત્યારાએ યુવતીના ભાઈ અને કાકા પર ચપ્પુથી કર્યો હુમલો

યુવતીના કાકા અને ભાઈ સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ

પ્રેમમાં પાગલ યુવકે ઝેરી દવા પી હાથની નસ કાપી આત્મહત્યાની કોશિશ કરી

સમગ્ર મામલે હત્યાના લાઈવ વિડીયો આવ્યા સામે

સમગ્ર ઘટનામાં કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી

– સુરત શહેરના પાસોદરા વિસ્તારમાં કંપારી છૂટી જાય તેવી ઘટના બનવા પામી હતી જેમાં પ્રેમમાં આંધળા બનેલા યુવકે યુવતીને જાહેરમાં છરીના ઘા મારી ગળું કાપી હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ યુવતીના કાકા અને ભાઈ પર ચપ્પુથી હુમલો કરીને ઇજા પોહચાડી હતી અને પોતે પણ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જોકે સમગ્ર મામલે કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

YouTube player

સુરત જિલ્લાના પાસોદરા વિસ્તારમાં કાળજું કંપાવી મૂકે તેવી ઘટના પ્રકાશમાં આવી છે જેને લઈને મહિલાઓની સુરક્ષા સામે ફરી એક વાર સવાલો ઉઠવા પામ્યા છે સુરત જિલ્લાના પાસોદરા વિસ્તારમાં આવેલ લક્ષ્મીધામ સોસાયટીમાં રહેતી એક આશાસ્પદ યુવતીનું ગળું કાપી સરાજાહેર હત્યા કરી નાખવામાં આવી છે સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતો ફેનીલ ગોયાણી પ્રેમ માં આંધળો બનીને યુવતીના ઘરે પોહચી ગયો હતો જે યુવક પોતાની પાસે છરો લઈને ગયો હતો અને યુવતીને ઘરમાંથી બહાર ખેંચી લાવ્યો હતો અને જાહેરમાં ગળા પર ચપ્પુ મૂકીને તમામ લોકોને ધમકાવ્યા હતા જ્યાં યુવતીમાં બચાવમાં કાકા વચ્ચે આવ્યા હતા જેના પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં યુવતીના કાકા ગંભીર રીતે ઘાયલ થયા હતા ત્યારબાદ યુવતીનો ભાઈ બચાવવા જતા યુવકે તેના પર હુમલો કર્યો હતો અને હાથ અને માથાના ભાગે ઇજા પોહચાડી હતી અને જોત જોતામાં પ્રેમ માં અંધ બનેલા યુવકે યુવતી નું ગળું કાપી હત્યા કરી નાખી હતી જોકે હત્યા કર્યા બાદ યુવક તેની લાશ પાસે ઉભો રહીને કોઈ ને નજીક આવવા દેતો ન હતો અને થોડી વાર બાદ ફેનીલ ગોયાણીએ ઝેરી દવા પી અને હાથની નસ કાપી ને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી જે બનાવમાં યુવતીના કાકા અને તેના ભાઈને સારવાર હેઠળ સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને આરોપી યુવકને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જોકે અહીં એક વાત લોકોમાં પ્રશ્ન કરી રહી છે કે સોસાયટીના લોકો ઘટના સ્થળે હતા તો યુવતીને બચાવવાનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો ન હતો અને મોબાઈલમાં વિડીયો બનાવી રહ્યા હતા જોકે હાલ સમગ્ર ઘટનામાં કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

વિડિઓ જર્નાલિસ્ટ કે સી વઘાસિયા સાથે દિવ્યાંગ પરમાર સત્યા ટીવી સુરત

error: