Satya Tv News

નર્મદા અને ગુજરાત માટે ગૌરવપ્રદ ઘટના એ કહેવાય કે ગુજરાતમાથી નર્મદા જિલ્લાના દંપતિને બે અલગ અલગ કેટેગરીમાં નેશનલ એવોર્ડ ઇન્ડિયા રેકોડ્સ દ્વારા “ઇન્ડિયન આઇકોન એવોર્ડ -2022″એનાયત કરાયો છે.જેમાં દીપક જગતાપને વિજ્ઞાન અને પત્રકારત્વ ક્ષેત્ર માટેઅને જ્યોતિ જગતાપને શિક્ષણ અને સોસિયલવર્ક ક્ષેત્રની ઉત્કૃષ્ઠ કામગીરી માટે ઇન્ડિયન આઇકોન એવોર્ડ -2022″ના એવોર્ડ એનાયત કરાયો છે. જેમાટ્રોફી,મેડલ અને પ્રમાણપત્ર અને તિરંગો ખેસઅને બેઝએનાયત કરાયા છે

અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ભારત ભરમાથી હજારો ની સંખ્યામાનોમીનેશન માટે ઈંકવાયરી આવી હતી. જેમાથી 400 થી વધુ ભારતના વિવિધ શહેરોમાથી નોમિનેશન આવ્યા હતા. જેમાથી 48 વિભૂતિઓને આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા .જેમા અલગ અલગ કેટેગરીમા નોંધપાત્ર પ્રદાન માટે એવોર્ડ માટે પસંદગી કરવામાં આવ્યા છે.નર્મદાના રાજપીપલાના જગતાપ દંપતિને શુભેચ્છકોએ અભિનંદન પાઠવ્યા હતા

વિડીયો જર્નાલિસ્ટ જ્યોતિ જગતાપ, રાજપીપલા

error: