Satya Tv News

સુરતમાં ગ્રીષ્માની અંતિમયાત્રા નીકળી
માનવમેદ ઊમટી પડયા
માતા-પિતાનું હૈયાફાટ રુદન
ઈજાગ્રસ્ત ભાઈએ મુખાગ્નિ આપી
બે હાથ જોડીને આપી વિદાય
અંતિમ વિધિમાં સ્મશાન પણ જાણે શોક મગ્ન બન્યું
લોકોની આંખમાં આશુ તો મગજમાં ગુસ્સો પણ જોવા મળ્યો

વાત કરીશું સુરતમાં થયેલી ગ્રીષ્માની નિર્મમ હત્યાની તો આજ રોજ અશ્વિનીકુમાર સ્મશાન ગૃહમાં અંતિમ વિધિમાં સ્મશાન પણ જાણે શોક મગ્ન બની ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયાં હતાં.જેમાં ઘરની બહાર નીકળીને લોકોએ ગ્રીષ્માના પાર્થિવ દેહને બે હાથ જોડીને શ્રદ્ધાંજલિ અર્પી હતી સાથે જ લોકોએ રોષ પણ વ્યક્ત કર્યો હતો,જુઓ પુરી ઘટના.

YouTube player

ગ્રીષ્માની અંતિમયાત્રા પહેલાં મામા પક્ષના સંબંધીઓ પહોંચ્યા અને ભાઈના હાથે બહેન ગ્રીષ્માને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.અશ્વિનીકુમાર સ્મશાન ગૃહમાં ગ્રીષ્માની યોજાયેલી અંતિમ વિધિમાં સ્મશાન પણ જાણે શોક મગ્ન બની ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયાં હતાં.મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને બે હાથ જોડીને વિદાય આપી હતી.ગ્રીષ્માની અંતિમ યાત્રા પોલીસ બંદોબસ્ત સાથે ઘરેથી નીકળી હતી.રસ્તામાં લોકો સ્વયંભૂ જોડાયા હતાં.ઘરની બહાર નીકળીને લોકોએ ગ્રીષ્માના પાર્થિવ દેહને બે હાથ જોડીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. સાથે જ લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો.કરપીણ હત્યા કરનારાને આકરામાં આકરી સજા આપવામાં આવે તેવી પણ માંગ લોકોએ કરી હતી.બીજી તરફ, અંતિમ યાત્રાને લઈને સોસાયટીને કોર્ડન કરવામાં આવી છે. મહિલાઓ મોટી સંખ્યામાં આવી રહી છે. પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે. સમગ્ર વિસ્તારમાં જિલ્લા પોલીસનો કાફલો ગોઠવી દેવાયો છે. સુરત બોડરથી અશ્વિની કુમાર સુધી સ્પેશિયલ બ્રાન્ચને બંદોબસ્તની જવાબદારી સોંપાઈ છે.ખાનગી વાહનો પર ગ્રીષ્માની અંતિમ સફરના ફોટો સાથેની યાત્રાની તૈયારી જોવા મળી છે.પાસોદરાથી ગ્રીષ્માના ઘરથી હીરાબાગ અને અશ્વિનીકુમાર સ્મશાન સુધી ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. લોકો દ્વારા કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે સ્મશાનમાં પણ પોલીસ ગોઠવી દેવામાં આવી હતી. કામરેજ,સરથાણા,કાપોદ્રા,વરાછા, કતારગામ અને ટ્રાફિકના તમામ સેક્ટરને જે તે વિસ્તારની પોલીસ ગોઠવી દેવામાં આવી હતી.આ વિસ્તારના એસીપી, ડીસીપી, અને ટ્રાફિક પોલીસ પણ જોડાઈ હતી.સ્મશાન લઈ જવાતા રથ આગળ પણ પોલીસની ગાડીઓ ચાલતી હતી.

વિડિઓ જર્નાલિસ્ટ અક્ષય વાઢેર સાથે સત્યા ટીવી સુરત

error: