ગામડાંઓ નો સર્વાગી વિકાસ થાય એ તરફ અમારું લક્ષ્ય : ડૉ. સુનીલ ભટ્ટ
દહેજ સ્થિત જી.એફ.એલ. કંપની એ જોલવા ગામના ત્રણ બીપીએલ ધારકો ને નવા આવાસ બનાવી આપી તેમને છત ની ભેટ ધરી હતી.કંપની ના સદકાર્ય ને લોકોએ આવકાર્યું હતુ.
દહેજ ઇન્ડસ્ટ્રીઝ ઝોન માં આવેલ કેટલીક કંપનીઓ પોતાની સામાજિક ઉત્થાનની ભૂમિકા ભજવવામાં અગ્રેસર છે.ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર માં આવેલ ગામડાંઓમાં અનેક કંપનીઓ આરોગ્ય,શિક્ષણ તેમજ સામાજિક ધારાધોરણ માં સુધારો થાય એવા પ્રયત્નો કરી રહી છે.લોકોની સુખાકારી માં વધારો થાય અને તેઓ મુઠ્ઠી ઉંચેરું જીવન જીવે એ તરફ દહેજની ગુજરાત ફ્લોરો કેમિકલ્સ કંપની એ કામગીરી હાથ ધરી છે.માણસ ની જીવન જીવવા માટે રોટી,કપડાં અને મકાન તરફ લક્ષ માંડી ને બેઠો હોય છે.લાખો લોકો પોતાને એક છત મળી જાય એ માટે આખે આખું આયખુ પૂરું કરી દે છે.એવા તાણે જોલવા ગામના ત્રણ ગરીબી રેખા નીચે જીવતા પરિવારો ની પડખે દહેજ ની ગુજરાત ફ્લોરોકેમિકલ્સ કંપની આવી હતી.કંપની એ ત્રણ નવા આવાસ બનાવી આપી ત્રણ પરિવાર ને આકાશ નીચે છત પૂરું પાડવાનું ઉચિત કામ કર્યું હતુ.કંપની એ કરેલ કામગીરી ને જોલવા ના અગ્રણી સુલેમાનભાઈ પટેલે બિરદાવી હતી.અને હજુ પણ કંપની સમાજ ઉપયોગી કાર્યો ને વધુ વેગ આપે એવી આશા વ્યક્ત કરી હતી.આ તબક્કે એચ આર એડમીન ડૉ. સુનિલ ભટ્ટ એ કંપની થકી થતા સમાજ ઉપયોગી કાર્યો ને કરતા રહીશું.અને બનતા પ્રયત્નોએ ગામડાંઓ નો સર્વાગી વિકાસ થાય એ તરફ પુરતુ ધ્યાન આપવાની ખાતરી ઉચ્ચારી હતી.
આ પ્રસંગે GFL ના યુનિટ હેડ નીરજ અગ્નિહોત્રી,એચ આર એડમીન હેડ ડૉ. સુનિલ ભટ્ટ,ધવલસિંહ સોલંકી,ગામ અગ્રણી સુલેમાનભાઈ પટેલ,સરપંચ તેમજ ગ્રા. પં. ના તલાટી અને ગ્રામજનો હાજર રહ્યા હતા.
જર્નાલિસ્ટ ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા