Satya Tv News

પાંડેસરા ભેસ્તાન માં એક દારૂના અડ્ડા પર બાઇટિંગ ને લઈ થયેલા

ઝગડામાં બે અજાણ્યા ઈસમોએ એક નું ગળું દબાવી કરી હત્યા

યુવાની હત્યા ને લઇને પરિવાર શોકમાં ગરકાઉ

મૃતક વસીમ ધોળા ગાડી ના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું અને પત્ની સાત માસનો ગર્ભ ધરાવતી હોવાનું સામે આવ્યું છે.

સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હવે કાબુમાં નથી રહી. સુરતમાં હત્યા સહિતના બનાવોને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રીષ્માની હત્યા બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ શહેરમાં પોસ્ટર લાગ્યાં છે. બીજી તરફ સુરતમા છેલ્લા 24 કલાકમાં હત્યાના ત્રણ બનાવો નોંધાયાં છે. શહેરમાં ગુનેગારોને પોલીસ અને કાયદાનો કોઈ ડર રહ્યો નથી.ભેસ્તાનમાં એક દારૂના અડ્ડા પર બાઇટિંગ ને લઈ થયેલા ઝગડામાં બે અજાણ્યા ઈસમોએ એક નું ગળું દબાવી જમીન પર પાડી દીધા બાદ ભાગી જતા ભાગદોડ મચી ગઇ હતી. આ દરમિયાન બેભાન અવસ્થામાં સિવિલ લવાયેલા યુવકને મૃત જાહેર કરાતા તેના પરિવારમાં આઘાતમાં સરી પડ્યો હતો.

મૃતક વસીમ ઘોડાગાડીના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું અને પત્ની સાત માસનો ગર્ભ ધરાવતી હોવાનું સામે આવ્યું છે. તેના મિત્રો એ કહ્યું હતું કે લીંબાયતથી કેટલાક ઘોડા લઈ અમે પાંડેસરા આશાપુરી ગોવાલક નગર આવ્યા હતા. ત્યારબાદ વસીમ રાજભાઈ સોલાપુરી સાથે ભેસ્તાનના એક અડ્ડા પર ખાવા-પીવા ગયા હતા. જ્યાં કેટલાક ઈસમો આવીને બાઇટિંગ માગતા હતા. વસિમે એક વાર બાઇટિંગ આપ્યા બાદ બીજીવાર આવતા પૈસા આપી દુકાનમાંથી લઈ લેવા કહ્યું હતું.

મિત્રોએ વધુમાં જણાવ્યું હતું કે બસ આજ વાત ઉપર 6 પૈકી બે અજાણ્યા ઈસમો બાખડી પડ્યા હતાં અને હાથાપાઈ પર ઉતરી પડ્યા હતા. વસીમને ગળું દબાવી જમીન પર પાડી દેતા બેભાન થઈ ગયો હતો. આ જોઈ હુમલાખોર ભાગી ગયા હતાં. રીક્ષામાં વસીમને તાત્કાલિક ઘરે લઈ ગયા હતા. ઘરેથી તેને પરિવાર સાથે સિવિલ લઈ જવામાં આવ્યો હતો. જોકે ડોક્ટરોએ મૃત જાહેર કરતા તેનો પરિવારને આઘાત લાગ્યો હતો.વસીમના લગ્નને 5 વર્ષ જ થયા છે. તેની પત્નીને 7 માસનો ગર્ભ છે. પતિના મોતના સમાચાર સાંભળી પત્નીનું હૈયાફાટ રુદન જોઈ પરિવાર ભાંગી પડ્યો છે. વિધવા મા,ચાર બહેનો અને નાના ભાઈનું વસીમ જ ભરણપોષણ કરતો હતો.

ઉધના જે.પી.મીલ પાસેથી અજાણી મહિલાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. એટલું જ નહીં પણ જંગલ જેવા વિસ્તારમાંથી મૃત હાલતમાં મળી આવેલી મહિલાની હત્યા કરાઇ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.જે.પી.મીલ પાસે આવેલા ખંડેરમાંથી લાશ મળી આવતાં લોકોએ પોલીસને જાણ કરી હતી. અજાણી મૃતક મહિલા સાથે દુષ્કર્મ આચરાયું હોવાની પણ આશંકાઓ સેવાઈ રહી છે. હત્યા અને દુષ્કર્મને લઈ પોલીસે સરકારી ડોક્ટરોનો અભિપ્રાય માગ્યો છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જ કહી શકાય એવું પોલીસ કહી રહી છે. પોલીસે મરનાર મહિલાની ઓળખ દિશામાં કામગીરી શરૂ કરી છે.

વરાછા હીરા બજારમાં બે વૃદ્ધ દલાલો ટેબલ મુકવા બાબતે ઝગડ્યા હતા. બંનેએ એકબીજાને ઘારદાર લાકડું માર્યું હતું. જેમાં એકનું મોત નિપજ્યું હતું. મૂળ સાવરકુંડલાના આપાભાઈ ધાંધલ હાલ કાપોદ્રાની બાપા સિતારામ સોસાયટીમાં રહે છે. અનુરસિંહ જાડેજા એમ બંને મિનિબજારમાં ટેબલ લગાવે છે. સોમવારે રાત્રે 9 વાગે ટેબલ લગાવવા બાબતે બંને વચ્ચે ઝઘડો થતાં એકબીજાને લાગડાના ટુકડાથી માર માર્યો હતો. આપાભાઈને ગંભીર ઇજા થતાં હોસ્પિટલ લઈ જવાતા ત્યારે રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું હતું.

ડાયમંડ સીટી સુરતમાં હત્યાનો સિલસિલો અટકવાનું નામ લેતું નથી. સુરતમાં છેલ્લા 15 દિવસોમાં 10 હત્યાના બનાવો સામે આવ્યા છે. જેમાં પાણીપુરીની લારી પર 2 ટપોરીઓએ યુવતીની છેડતી કરી વૃદ્વને મોતને ઘાટ ઉતારી દીધો તો રાંદેરમાં લઘુશંકા કરનાર યુવકને ઠપકો આપતા 4 હત્યારાઓએ સિક્યુરિટી ગાર્ડની હત્યા કરી નાખી હતી. જયારે રાંદેરમાં ઘોળે દિવસે જીલાની બ્રિજ પર ફેમિલી સાથે જતા યુવકની જુની અદાવતમાં હત્યા કરાઈ હતી. આ સિવાયના 5 હત્યાના બનાવોમાં પત્ની, પતિ અને 2 પાડોશીઓ હત્યારો નીકળ્યા છે. જેમાં ગૃહમંત્રીના કોટુબિંક કાકાની પણ હત્યા થઈ હતી. તે ઉપરાંત ઉધનામાં એક મહિલાની લાશ મળી હતી. તેમજ વરાછામાં પણ બે દલાલો વચ્ચે ઝગડો થતાં એકની હત્યા થઈ હતી.

વિડીયો જર્નાલિસ્ટ અક્ષય વાઢેર સત્યા ટીવી સુરત

error: