Satya Tv News

નેત્રંગ ચાસવડ ચોકડી પર બે ગાડી અથડાતા 5 બાઈક અને એક દંપતીને અડફેટમાં લીધા
ચાસવડનું દંપતી રસ્તો ક્રોસ કરવા રાહ જોતું હતું તેમા પતિનું મોત
મારુતિ સ્વીફ્ટ ગાડી બાઈકોને અડફેટે લઈ સલુનની દુકાનમાં ઘુસી ગઈ
ચાસવડ ચોકડી ઉપર ગેરકાયદેસર દબાણને લઈ અકસ્માતનો બનાવ

માંડવી રોડ ઉપરથી નેત્રંગ આવતી મારુતિ સ્વીફ્ટ ગાડીને કોયલીમાંડવીથી ઝરણા તરફ જતી ટાટા ટીયાગોના ચાલકે ચોકડી ઉપર અથાડતા સ્વીફ્ટ ગાડીના ચાલકનો સ્ટેરીંગ પરનો કાબૂ નહિ રહેતા દંપતિમાંથી પતિનું મૃત્યુ થયું હતું જ્યારે ત્રણ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે

પ્રાપ્ત વિગતો અનુસાર વ્યારાથી નસવાડી એક શિક્ષકના પિતા ચાલક સાથે મારુતિ સ્વીફ્ટ GJ 26 N 1023 નેત્રંગ તરફ આવી રહ્યા હતા તે અરસામાં ચાસવડ ખાંડસરી બાજુથી ઝરણા ગામ તરફ ટાટા ટીયાગો GJ 23 CB 1293 ના ચાલકે ચાસવડ ચોકડી ઉપર ગફલતભરી રીતે હાઇવે રોડ ઉપર નીકળતા મારુતિ સ્વિફ્ટને અથાડતા સ્વીફ્ટ ગાડીના ચાલકથી કન્ટ્રોલ નહિ થતા રોડની સાઈડે ઉતરી જતા પાંચ જેટલી ઉભેલી મોટર સાયકલોને અડફેટમાં લઈ નેત્રંગથી આવી રસ્તો ક્રોસ કરવા રાહ જોઈને ઉભેલા પ્રવીણભાઈ પંચાલ અને તેમના પત્ની તારાબેન પંચાલને અથાડી તેમાં તારાબેન ઉછળી ત્રણ ગુલાંટ મારી રોડ ઉપર પડ્યા હતા છેલ્લે મારુતિ સ્વીફ્ટ ગાડી નરેશ હેયર સલુનની દુકાનમાં ઘુસી ગઈ હતી.આ અકસ્માતમાં ગાડીના ચાલક અને વૃધ્ધને ગંભીર ઈજા થઈ હતી જ્યારે ચાસવડના દંપતીને સારવાર માટે નેત્રંગ લઈ જતા પ્રવીણભાઈ પંચાલનું ગંભીર ઇજાને કારણે મૃત્યુ થયું હતું.વિચિત્ર અકસ્માતમાં બે કાર ,પાંચ બાઈક એક દંપતીમાં એકનું મૃત્યુ અને ત્રણને ઈજા થઈ હતી.

વિડીયો જર્નાલિસ્ટ મિતેષ આહીર સત્યા ટીવી નેત્રંગ

error: