Satya Tv News

ચેકડેમના નિર્માણથી પાણીનો સંગ્રહ અને ભૂર્ગભ જળનું લેવલ વધશે

વિલાયત અને આસપાસના ગામોને પડતી પાણીની હાલાકી દુર કરવા જુબીલન્ટ ભરતીયા ફાઉન્ડેશન આગળ આવ્યુ છે. આજરોજ જુબીલન્ટ ભરતીયા ફાઉન્ડેશન અને વિલાયત ગ્રામ પંચાયત દ્વારા ભુખી ખાડી ઉપર ચેકડેમના કામનું ખાતમૂર્હુત કરાયુ હતુ.જુના ચેકડેમનું રિનોવેશન કરી મજબુત બનાવવાનો સંપૂર્ણ ખર્ચ જુબીલન્ટ ભરતીયા ફાઉન્ડેશન ઉઠાવશે.આ ખાતમૂર્હુત પ્રસંગે જુબીલન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીમીટેડ SEZના સાઈટ હેડ અતુલ શર્મા,જુબીલન્ટ ના નિર્મલસિંહ યાદવ, વિલાયત ગ્રામ પંચાયતના સરપંચ સૈયદ  હશનઅલી, ગામના આગેવાન ચંદ્રકાંત પટેલ અને ગામના વડીલો ઉપસ્થિત રહ્યા હતા.ચેકડેમના નિર્માણથી વિલાયત અને આસપાસના ગામોને મોટી રાહત થશે.આ ઉપરાંત ભુખી ખાડીના પાણીની સંગ્રહ શક્તિ વધશે અને આજુબાજુના વિસ્તારમાં ભુર્ગભ જળના લેવલમાં વધારો થશે.

જર્નાલિસ્ટ ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા

error: