Satya Tv News

CNG વાહન ચાલકોને વહેલી તકે ગેસ ફિલ કારાવી લેવા તાકીદ

રાજ્યના 1200 CNG પંપ આવતીકાલે બપોરે 1થી 3 સુધી બંધ રહેશે, 3 વર્ષથી માર્જિનનો પ્રશ્ન પેન્ડીંગNGનું ડીલર માર્જિન 1 જુલાઈ 2019ના રોજ વધારવાનું નક્કી કરાયું હતું30 મહિના છતાં હજુ સુધી માર્જિનમાં કોઈ વધારો કરવામાં નથી આવ્યો

આવતીકાલે 17 ફેબ્રુઆરીએ ગુજરાતના તમામ પેટ્રોલિયમ ડીલર્સની CNG પંપ બંધ રાખવાની ચીમકી આપવામાં આવી છે. છેલ્લા ત્રણ વર્ષથી માર્જિનનો પ્રશ્ન પેન્ડીંગ હોવાના કારણે રાજ્યના 1200 CNG પંપ બપોરે 1થી 3 વાગ્યા સુધી બંધ રહેશે.

આ અંગે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે જણાવ્યું હતું કે, CNGનું ડીલર માર્જિન 1 જુલાઈ 2019ના રોજ વધારવાનું નક્કી કરાયું હતું. જેને આજે 30 મહિના થઇ ગયા છતાં અમારા ડીલર માર્જિનમાં કોઈ વધારો થયો નથી. આ બાબતે અમે ઓઇલ કંપનીને અનેક વખત રજુઆત કરી છે, પરંતુ અમારી રજૂઆતને ધ્યાનમાં લીધી નથી, માટે ના છૂટકે અમારે અભિયાન કરવાનું નક્કી કરવું પડ્યું છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, 17મી ફેબ્રુઆરીને ગુરુવારે ગુજરાતના તમામ 1200 CNG પંપ બપોરે 1 કલાકથી 3 વાગ્યા સુધી CNGનું વેચાણ બંધ રાખશે, અમારા ગ્રાહકોને તકલીફ પડશે તો તેની તમામ જવાબદારી ઓઈલ કંપનીની રહેશે. આમારા નિર્ણયની જાણ અમે ત્રણેય ઓઇલ કંપનીને કરી છે.

CNG ડીલર્સની સીએનજી ગેસના માર્જિનમાં 1.70 પૈસામાંથી 2.50 પૈસા કરવા માંગ છે. 17 ફેબ્રુઆરીએ સીએનજીનું વેચાણ 1 થી 3 વાગ્યા સુધી બંધ રહેવાના કારણે સીએનજી વાહન ચાલકો મુશ્કેલી મુકાશે.

error: