Satya Tv News

ફાયર એનઓસી ન હોય જંબુસર રેફરલ હોસ્પિટલના ત્રણ રૂમને સીલ કરતી નગરપાલિકા
જંબુસર રેફરલ હોસ્પિટલમાં ફાયર એનઓસી ન હોય તેઓ પર થશે કાર્યવાહી
હોસ્પિટલો ઓપીડી રૂમ સિવાયની ઈમારતો અને સ્કૂલો તાત્કાલિક કરાશે સીલ

જંબુસર નગરપાલિકા દ્વારા ફાયર સ્ટાફે હોસ્પિટલમાં એનઓસીના ન હોવાથી ત્રણ રૂમને સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

જંબુસર નગરપાલિકા દ્વારા ફાયર સ્ટાફે હોસ્પિટલની ત્રણ રૂમને સીલ કરી ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ રાજ્યની શાળાઓ હૉસ્પિટલો ફાયર એનઓસી ન હોય તેઓ પર કાર્યવાહી કરવા અને તે તમામ પર પગલા ભરવા હુકમ થયેલ છે જે અંતર્ગત પ્રાદેશિક કમિશનર કચેરી તરફથી જે હોસ્પિટલો ઓપીડી રૂમ સિવાય ની ઈમારતો અને સ્કૂલો તાત્કાલિક અસરથી સીલ કરવાની સુચના મળેલ જે અનુસંધાને જંબુસર નગરપાલિકા ચીફ ઓફિસર યોગેશ જે ગણાત્રાની સુચના અન્વયે પાલિકા ફાયર સ્ટાફે એનઓસી વગરની રેફરલ હોસ્પિટલમાં ઓપીડી રૂમ સિવાયની રૂમોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી

વિડીયો જર્નાલિસ્ટ વિવેક પટેલ સત્યા ટીવી જંબુસર

error: