Satya Tv News

કોરોના હવે અન્ય બીમારી અને ફલૂની જેમ સામાન્ય થઈ ગયો – ડો. નીલેશ દેસાઈ
કોરોના મહામારીને લઈ આવી મોટી હકીકત સામે
હવે કોવિડ વૈશ્વિક નહિ પણ સ્થાનિક મહામારી
ત્રીજી વેવમાં 60 કે તેથી વધુ ઉંમરના જ વ્યક્તિના મોત પાછળ કોરોના જ નહીં અન્ય બીમારીઓ કારણભૂત
અંકલેશ્વરના તબીબે વેકસીનેશન અને થર્ડ વેવ સહિતને લઈ આપી મહત્વપૂર્ણ જાણકારી


કોરોના હવે પેન્ડેમિક નહિ પણ એન્ડેમિક મહામારી બની ગઈ છે અંકલેશ્વરના તબીબે ત્રીજી વેવ, વેક્સીનેસન અને વ્રુધ્ધોના મોત ને લઇ મહત્વ પૂર્ણ જાણકારી આપી છે.


ભરૂચ જીલ્લામાં જ ત્રીજી વેવ માં રસી લીધી હોવા છતા વુદ્ધોના મોત થયા છે. કુલ ૨૭ વૃદ્ધો એ ત્રીજી વેવમાં સતાવાર કોરોનામાં જીવ ગુમાવ્યો છે. અંકલેશ્વરના તબીબ નીલેશ દેસાઈ આ અંગે જણાવી રહ્યા છે કે પેહલી વેવ માં કોરીના વૈશ્વિક બીમારી હતી, જે બાદ બીજી વેવ માં ઝડપ થી કેસો અને મોત વધ્યા જો કે રસી આવ્યા બાદ અને વેક્સીનેશન હાથ ધરાતા બીજી લહેર પણ સમી ગઈ.

ભરૂચ જીલ્લાની જ વાત કરી એ તો 90 ટકા થી વધુ લોકોનું રસીકરણ થઇ ગયું છે. કેટલી ના બુસ્ટર ડોઝ પણ લગાવી દેવાયા છે. ત્રીજી લહેર માં 60 કે તેથી વધુ ઉમર ની વ્યક્તિ કોરાનામાં મૃત્યુ પામી. જેમાં કેટલા એ રસીના ૨ ડોઝ પણ લઇ લીધા હતા. આ વૃદ્ધો માં કોરીના માત્ર નિમિત બન્યો છે. પેહલી કે બીજી વેવ જેમ તેઓમાં ફેફસા ના ઇન્ફેકશન કે ખલાસ થઇ જવાના લક્ષણો જોવા મળ્યા નથી.

વૃદ્ધો માં ઉમરને લઇ નબળી રોગ પ્રતિકારક શક્તિ, ડાયાબીટીસ, પ્રેશર, કીડની, હાર્ટ સહિતની બીમારી ને લઇ અન્ય શરીર ના અવયવો ને અસર થતા તેઓના મૃત્યુ થયા છે. આ તબક્કે હવે વૃદ્ધો એ વિશેષ કાળજી રાખવાની જરુરુ છે. અને માસ્ક સહિતની કોવિડ ગાઈડ લાઈન નું પાલન કરશે તો તેઓ ગંભીર કે જાનલેવા કોરોનાથી પોતે, પરિવાર અને સમાજ ને પણ બચાવી શકશે. ત્રીજી વેવ પણ પૂર્ણતા તરફ પહોંચી છે પણ આપણી વચ્ચે કોરોના છુપી રીતે અંદર બહાર રહેવાનો જ છે. ત્યારે રસી ના બે ડોઝ કે બુસ્ટર ડોઝ લેનાર વૃધ્ધોએ તેમની ઉંમર અન્ય બીમારીઓને લઈ વિશેષ કાળજી રાખવી જ પડશે.

વિડીયો જર્નાલિસ્ટ સુનિલ પરમાર સત્યા ટીવી અંકલેશ્વર

error: