Satya Tv News

ડેડીયાપાડા અને સાગબારા પોલીસે છ મહિના વિદેશી દારૂ ઉપરફેરવ્યું બુલડોઝર
દરમિયાન ઝડપાયેલો ૩૭,૨૮૦૦૦/- નાં વિદેશી દારૂ ઉપર બુલડોઝર ફેરવ્યું
DySp રાજેશ પરમારની હાજરીમાં કરાયો વિદેશી દારૂનો નાશ

રાજ્યમાં દારૂનું વેચાણ કરવું અને સેવન કરવું તેના પર પ્રતિબંધ છે, એમ છતાં દર વર્ષ ગુજરાતમાં કરોડોની કિંમતમાં દારૂના જથ્થા ઝડપાતા હોય છે. ત્યારે આજે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા અને સાગબારા તાલુકામાં છેલ્લા ૬ મહિના દરમિયાન ઝડપાયેલો વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.

નામદાર કોર્ટના હુકમથી પ્રાંત અધિકારી, નશાબંધી અધિકારી, DySp રાજેશ પરમાર ની હાજરી માં ડેડીયાપાડા ના કંકાલા ખાતે બે પોલીસ સ્ટેશન ડેડીયાપાડા અને સાગબારા પોલીસ ના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો, બંને પોલીસ સ્ટેશન સંયુક્ત થઈને કુલ ૩૭,૨૮૦૦૦/- ના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

ડેડીયાપાડા પાસે આવેલા કંકાલા રોડ પરના ખરાબાની ખુલ્લી જગ્યામાં આજે વિદેશી દારૂની પેટીઓ ખુલ્લી કરી ગોઠવવામાં આવી હતી. જ્યાં જવાબદાર અધિકારીઓની હાજરીમાં બુલડોઝર ફેરવી વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો જેમાં ડેડીયાપાડા પ્રાંત અધિકારી , નશાબંધી અધિકારી, Dy Sp રાજેશ પરમાર, ડેડીયાપાડા મામલતદાર, ડેડીયાપાડા અને સાગબારા પોલીસ સ્ટેશનના પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સત્યા ટીવી દેડીયાપાડા નર્મદા

error: