રામગઢના ઘરવિહોણા લાભાર્થી રાજેશભાઇ વસાવા માટે “નોંધારાનો આધાર” પ્રોજેક્ટ બન્યો આશિર્વાદરૂપ
પત્રકાર દીપકભાઈ જગતાપે આ કેસની વિગત કલેકટર સુધી પહોંચાડતા તાત્કાલિક તેના જમવાની તેમજ અન્ય સુવિધાઓ શરૂ કરાઈ
નર્મદા જિલ્લા કલેકટર ડી.એે.શાહના નેતૃત્વ હેઠળભારતીય જનતા પાર્ટીઅને વૈષ્ણવ વણિક સમાજ ઉપરાંત અન્ય સમાજ સેવી સંસ્થાઓ, પદાધિકારીઓ વગેરેના સહયોગથી જિલ્લા વહિવટીતંત્ર ધ્વારા અમલી “નોંધારાનો આધાર” પ્રોજેક્ટ હેઠળ ઘર વિહોણા લોકોને બે ટંકનું ભોજન આપવાની સાથે સરકારની વિવિધ યોજનાઓના લાભો ઘર આંગણે જ મળી રહે તે દિશામાં સ્તૃત્ય પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.
ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને ચરિતાર્થ કરવા આ પ્રોજેક્ટ હેઠળ રાજપીપલા શહેરમાં ૧૩૩ લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓના લાભો આપીને લાભાન્વિત કરવાની સાથે આત્મનિર્ભર ગુજરાતથી લઇને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવાનાં પ્રયાસોમાં આ પ્રોજેક્ટનો ફાળો નોંધનીય બની રહ્યો છે.
વાત કંઇક એમ છે કે,નોંધારા આધાર પ્રોજેક્ટ ના સદસ્ય દીપક જગતાપનેજાણ થતાં પોતે રામગઢપુલના છેડે સાઈટ પર કાચી ઝૂંપડીમાં નોંધારા બનેલ નિરાધાર વ્યક્તિ રાજેશભાઈને રૂબરૂ મળી જાત માહિતી મેળવી હતી. તપાસ કરતા
આ વ્યક્તિ નાંદોદ તાલુકાના રામગઢ ગામના રહેવાસી રાજેશભાઇ વસાવાના માતૃશ્રી ગુજરી ગયેલ છે.અને બાપે બીજુ લગ્ન કરતાં રાજેશભાઇ વસાવાને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. રાજેશભાઇ માનસિક રીતે અસ્વસ્થ અને આંખે બરાબર દેખાતું પણ ન હોવાથી નોંધારૂં જીવન વિતાવી રહ્યા હતાં. જેઓ હાલ કરજણ નદીના રામગઢ પુલના છેડે રોડ નીચે ડાબી બાજુએ લોકોએ કાચી ઝૂંપડી બનાવી આપી છે અને ત્યાંજ પોતાનું જીવન ગુજારી રહ્યાં હોવાથી મોર્નિંગ-ઇવનિંગ વોક કરવા આવતા-જતા લોકો તેમને ખાવાનું, નાસ્તો, પાણી સહિતની વ્યવસ્થા પૂરી પાડી રહ્યાં હતાં, તેની સાથોસાથ રાજપીપલાના સેવાભાવી વિનાયકભાઇ પણ તેમને ઓઢવા, પાથરવાની સાથે પાણીની બોટલો આપીને મદદ કરી રહ્યાં હતાં. રાજેશભાઇ વસાવા પોતે આત્મનિર્ભર બને અને સરકારશના લાભો મળે તે માટે દીપક ભાઈ જગતાપે જિલ્લા કલેક્ટરનું ધ્યાન દોરાતા શ રાજેશભાઇને “નોંધારાનો આધાર” પ્રોજેક્ટમાં લાભાર્થી તરીકે સમાવેશ કરીને બે ટંકના ભોજનની તાકીદે વ્યવસ્થા કરાઇ હતી.અને અન્ય લાભો પણ તબક્કાવાર મળી રહે તે દિશામાં કામગીરી હાથ ધરાઇ હતી. તે માટે દીપક ભાઈ જગતાપે કલેકટરશ્રી તથા તુષારભાઈ શાહ નો તથા પ્રોજેક્ટ ના સદસ્યોં નો આભાર પ્રગટ કર્યો હતો.ભારતીય જનતા પાર્ટી એ સંવેદનશીલ પ્રોજેક્ટમા સહભાગી થઈ છેવાડા ના માનવી સુધી માનવતા વાદી આ પ્રોજેક્ટ છેવાડાના માનવી સુધી પહોંચાડી માનવતા નું સેવાનું ઝરણું વહાવી રહ્યા છે.
વિડિઓ જર્નાલિસ્ટ દિપક જગતાપ સાથે સત્યા ટીવી રાજપીપલા