Satya Tv News

નર્મદા મહાઆરતીની વેબસાઈટ CM ભુપેન્દ્ર પટેલ દ્વારા લોન્ચ, આરતીના ₹1100 અને પ્રસાદીના ₹100 નિયત કરાયા,

વર્ચ્યુલ ઓનલાઈન મહાઆરતીના પણ ચૂકવવા પડશે ₹1100

100 ગ્રામ પ્રસાદીમાં મળશે સીંગ, દાળિયા અને તલની ચીક્કી

અગાઉ અમારા પ્રતિનિધિ દ્વારા પ્રસિદ્ધ થયેલા સમાચાર નો પડઘો પડયો છે.નર્મદા મહાઆરતીનો ચાર્જ 2500/-લેવા સામે ભક્તો અને સાધુ સંતોએ વિરોઘ નોંધાવ્યો હતો.અમારા અહેવાલે ભક્તોના સમર્થનને વાચા આપી હતી જે અહેવાલની અસર થઈ છે હવે સત્તાધીશોને પીછેહઠ કરવી પડી છે અને મહાઆરતીનો ચાર્જ 2500/-ચાર્જ ઘટાડવામા આવ્યા છે.2500₹ઘટાડીને હવે આરતીના ₹1100 અને પ્રસાદીના ₹100દર નિયત કરાયાછે.વર્ચ્યુલ ઓનલાઈન મહાઆરતીના પણ₹1100ચૂકવવા પડશે.એ ઉપરાંત સીંગ, દાળિયા અને તલની ચીક્કી100 ગ્રામ પ્રસાદીમાં મળશે.હવેથી દેશમાં ગમે ત્યાં સ્પીડ પોસ્ટથી ₹100 માં જ પ્રસાદી ભક્તોને ઉપલબ્ધ કરાવશે

નર્મદા મહાઆરતી, પ્રસાદ સામગ્રીની માહિતી અને લોકો ધાર્મિક આસ્થા પ્રમાણે અનુદાન કરી શકે એટલે નર્મદા મહાઆરતી વેબસાઈટ લોન્ચ કરાઈછે અગાઉ શુલપાણેશ્વર મંદિરે ધ્વજારોહણનો ચાર્જ પણ ₹2500 રખાયો હતો જે વિરોધ બાદ હાલ ભક્તોની લાગણીને ધ્યાને રાખી રદ કરાયોછે.

STATUE OF UNITYના એકતાનગર મા અહીં પ્રધાનમંત્રીની પરિકલ્પના પ્રમાણે ₹14 કરોડના ખર્ચે નર્મદા ગોરા ઘાટનું નિર્માણ કરી આકર્ષક લાઈટીંગ, નદીમાં મ્યુઝિકલ ફુવારા સાથે કાશીની જેમ નર્મદા મહાઆરતીનો આરંભ કરાયો છે.

મુખ્યમંત્રી દ્વારા ટૂંક સમયમાં જ નર્મદા મહાઆરતીનું ઓનલાઈન લોકાર્પણ કરવામાં આવશે.નર્મદા મહાઆરતીના ચાર્જને લઈ અગાઉ ભારે વિરોધ ઉઠ્યો હતો. કાશી અને હરિદ્વારની ગંગા આરતી કરતા પણ 10 ગણી મોંઘી નર્મદા આરતીના ₹2500 ના વિરોધ બાદ હવે ઘટાડી ₹1100 કરવામાં આવ્યા છે. સાથે જ શુલપાણેશ્વર મંદિરે ધ્વજા રોહણના ₹2500 મોકૂફ રાખવામાં આવ્યા છે.

કેવડિયા SOU એકતાનગર ખાતે નર્મદા કિનારે ગોરા ઘાટે નર્મદા મહા આરતીની લોન્ચ થયેલી વેબસાઈટમાં ભક્તો, શ્રધ્ધાળુ અને લોકો મહાઆરતીનો સમય રોજ સાંજે 8 થી 8.30 કલાક, સાંજે 6 કલાકથી નર્મદા ભજન-કિર્તનની વિગતો જાણી લાભ લઇ શકશે.

સાથે જ વેબસાઈટ ઉપર નર્મદા નદી, શુલપાણેશ્વર મહાદેવ મંદિર, ગોરા ઘાટ નું મહત્વ પણ રજૂ કરાયું છે. લોકો ઓનલાઈન મહાઆરતી અને પ્રસાદી માટે બુકીંગ કરાવી શકશે તેમજ દાન પણ આપી શકશે. એક વ્યક્તિના આરતીના ₹1100 ઓફલાઇન અને ઓનલાઈન બન્ને માટે નિયત કરાયા છે. જ્યારે 100 ગ્રામ દાળિયા, તલ અને સીંગની ચિક્કીની પ્રસાદીના પેકેટ નો ભાવ ₹100 રાખવામાં આવ્યો છે. દેશભરમાંથી ભક્તો ઓનલાઈન પ્રસાદ મંગાવી શકશે. જે સ્પીડ પોસ્ટથી ₹100 માં જ તેમને ઘરે પોહચડવામાં આવશે.

વિડીયો જર્નાલિસ્ટ જ્યોતિ જગતાપ સત્યા ટીવી , રાજપીપલા

error: