Satya Tv News

ભરૂચ જિલ્લામાં સામાજિક, સેવા અને સકારીતના ક્ષેત્રે વર્ષોથી કાર્યરત અને મહિલા પત્રકાર એવા નિરુબેન આહીરની અખિલ ભારતીય પાલ મહાસભાના અખિલ ભારતીય મહિલા પ્રમુખ તરીકે નિયુક્તિ કરાતા ભરૂચ જિલ્લાના માલધારી સમાજમાં ખુશીની લાગણી છવાઈ છે.

પાલ – બઘેલ – યાદવ – આહીર સમાજના અખિલ ભારતીય સર્વોચ્ચ સંગઠન “અખિલ ભારતીય પાલ મહાસભા”ની અખિલ ભારતીય સ્તરની બેઠક ઉજ્જૈન ખાતે, મધ્યપ્રદેશ રાજ્યમાં ભગવાન મહાકાલેશ્વર જી ના સાનિધ્યમાં યોજાઈ હતી. આ બેઠકમાં માલધારી સમાજના વિકાસ માટે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ જ બેઠકમાં યોજાયેલી ચૂંટણીમાં પાલ મહાસભાના અખિલ ભારતીય મહિલા પ્રમુખ તરીકે નિરુબેન આહિરની નિમણૂક કરવામાં આવી હતી.

નિરુબેન આહીર અનેક સામાજિક, સેવાકીય, સહકારી પ્રવૃત્તિઓ થી જોડાયેલ છે અનેગુજરાત રાજ્યના આંગણવાડી યુનિયન ના પ્રમુખ છે. નિરુબેન આહીરની પાલ મહાસભાના અખિલ ભારતીય મહિલા પ્રમુખ તરીકે નિયુક્તિ થતા ભરૂચ જિલ્લાના માલધારી સમાજમાં ખુશીની લાગણી છવાઈ છે.

error: