Satya Tv News

હીરાની રફમાં ભાવ વધારો થતાં સુરતની જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીને અસર થઈ છે. મેન્યુફેક્ચરર્સે પ્રોડક્શન પર 30થી 40 ટકા સુધી કાપ મુકી દીધો છે. જેથી અમેરિકા સહિતના દેશોમાંથી મળેલા જ્વેલરીના ઓર્ડરો પર અસર થતાં ડિલિવરી લેટ થશે.અમેરિકા સહિતના દેશોમાંથી મળેલા ઓર્ડરોની ડિલિવરી લેટ થશે

શહેરમાં 350થી વધારે જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટો છે. જેમની પાસે સમગ્ર દેશ ઉપરાંત અમેરિકા સહિતના દેશોમાંથી પણ જ્વેલરીના ઓર્ડર આવે છે. હીરાની રફના ભાવ વધવાને કારણે કટ એન્ડ પોલિશ્ડ હીરાના ભાવમાં વધારો થયો છે.

સુરત જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પ્રમુખ જયંતી સાવલિયા કહે છે કે, ‘રફના ભાવમાં ખૂબ જ મોટો વધારો થયો છે. જેના કારણે જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ પર અસર જોવા મળી રહી છે. કારણ કે, સુરતના જ્વેલરી મેન્યુફેક્ચર્સ પાસે ભારતમાંથી તો ઓર્ડર આવે છે સાથે સાથે વિદેશમાંથી પણ ઓર્ડર આવે છે. હીરાની રફના ભાવમાં વધારો થતાં તૈયાર હીરાના ભાવમાં વધારો થયો છે. જેથી જ્વેલરીનું કોસ્ટિંગ વધી શકે છે. એટલે હાલ પુરતા જ્વેલર્સો દ્વારા પ્રોડક્શન કાપ મુકવામાં આવ્યો છે.’

error: